ડાયમંડ સિટી સુરતમાં ધનતેરસના પાવન પર્વે આટલા કરોડના કિંમતી હીરાથી તૈયાર કરી લક્ષ્મી માતાની પ્રતિમા, દર્શન કરવા જુઓ વિડીયો..
સુરત હંમેશા તમામ તહેવારો પછી ગણેશ ચતુર્થીઓએ નવરાત્રી હોય કે પછી બીજા કોઈ પણ તહેવારોમાં બધાની આગળ હોય છે. સુરતનો હીરા ઉદ્યોગ આજે દેશની પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે તેવામાં આજે ધનતેરસના દિવસે સુરતમાં કરોડોના હીરાથી લક્ષ્મી માતાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સુરત હંમેશા કંઈ પણ નવું કરવામાં ખૂબ જ આગળ રહેતું હોય છે. સુરતમાં આજે ઠેર ઠેર ધનતેરસની ઊબળકા ભેર ઉજવણી થઈ રહી છે.
આજે ડાયમંડ સિટી સુરતમાં હીરા જડિત લક્ષ્મી માતાની ભવ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. તૈયાર કરવામાં આવેલા પ્રતિમા એક બે લાખ કે પાંચ કરોડ નહી પરંતુ પુરા 21 કરોડના કીમતી હીરા દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે આ પ્રતિમાને જોતા આંખોમાં અંધારા આવી જાય તેવા ઝગમગારા મારતા હીરા દ્વારા ધનતેરસ પર લક્ષ્મી માતાની આકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિમાને જોતા જ લોકોના મન મોહિત થઈ જાય છે.
હકીકતમાં કોઈપણ મોટી હીરાની કંપનીમાં એક સાથે આટલી કિંમતના હીરાનો સંગ્રહોતો નથી પરંતુ દિવાળી ઉપર આ ત્રણ દિવસનો સ્ટોપ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ સ્પેશિયલ ધનતેરસ માટે આ સંગ્રહ કરીને તેમાંથી લક્ષ્મી માતાજીની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે સૌપ્રથમ પહેલા એક હીરાની ટ્રેમાં એક ફૂટની એક સીટ પર લક્ષ્મી માતાનું ચિત્ર દોરીને કટીંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પ્લેટમાં 1.50 કિલો ના 7500 કેરેટના હીરા દ્વારા સમગ્ર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે તૈયાર કરવામાં આવેલ આ પ્રતિમામા આશરે 21 કરોડના બહુ કીમતી હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આજે સમગ્ર દેશમાં લોકો ધનતેરસની ભાવપૂર્ણ ઉજવણી કરી રહ્યા છે ત્યારે ડાયમંડ સિટી પણ સૌથી આગળ છે આ હીરા જડિત લક્ષ્મી માતાની પ્રતિમા બનાવીને આવનારા સમયમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સમગ્ર દેશ અને દુનિયામાં સમૃદ્ધિ લાવે તે માટે રત્ન કલાકારો અને ઉદ્યોગકારો દ્વારા વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. જુઓ વીડિયો…