લખવું હોય ત્યાં લખી લે જો, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 2 દિવસ આ વિસ્તારોમાં મેઘરાજા વરસાદની બોલાવશે ધડબડાટી હવામાન વિભાગની આગાહી….
રાજ્યના વાતાવરણમાં હાલ બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે વરસાદી માહોલની સાથે સાથે જ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ રાજ્યભરમાં લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી ચોમાસાની વિદાય ને લઈને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને હાલ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ની જાહેરાત કરવામાં આવી છે.
આ અસરમાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદી ઝાપટાની સાથે તોફાની ભારે વરસાદ પણ વરસી શકે છે. આ સિસ્ટમ ઉત્પન્ન થતા રાજ્યભરમાં ખેડૂતોમાં ભારે ચિંતા છવાયેલી છે. રાજ્યના મોટાભાગના એક્ટરોમાં હાલ મોટી માત્રામાં તૈયાર પાક ઉભો છે જો આ સમયે વરસાદી માવઠા થશે તો ખેડૂતોમાં ભારે નુકસાની થવાની ભીતિ દેખાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં સુરત, ભાવનગર, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ના કહેવા અનુસાર 11 ઓક્ટોબરથી રાજ્યભરમાં વરસાદનું પ્રમાણ ઘટવા લાગશે. અને ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકાઓથી વધારે તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે હવામાન વિભાગની ગત આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્પન્ન થયેલ વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા થી મધ્યમ ઝાપટાઓ વરસી શકે છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઈને મોટી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.