દિવાલ ઉપર લખવું હોય તો લખી લેજો, વિદાય પહેલા આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર ભયંકર વરસાદ પડવાની અંબાલાલ પટેલની મોટી આગાહી…
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભાદરવો ભરપૂર થયો હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે શ્રાવણ મહિનામાં જે વિસ્તારમાં વરસાદ નહોતો પડ્યો તે વિસ્તારોમાં ભાદરવો ભરપૂર થયો છે અને હાલ રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા પાણીની આવક સાથે કેટલાક છલકાઈ ગયા છે તો કેટલાક ચલો ચલ ભયજનક સપાટી સુધી ભરાઈ ગયા છે જેને કારણે આવતા વર્ષે ઉનાળામાં ખેતીવાડીની સિંચાઈ, ઉદ્યોગો, ઘર વપરાશ અને પીવાના પાણી માટે તંગી ઊભી થશે નહીં.
તો આ સાથે જ રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે આરામ આપ્યો છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેટલાક છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સક્રિય લો પ્રેશન સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે.
ઉત્પન્ન થયેલા સક્રિય સિસ્ટમ નવરાત્રી ના દિવસોમાં ડિપ્રેશનની પરિસ્થિતિમાં ફેરવાશે. જેને કારણે નવરાત્રીના નવે નવ દિવસ વરસાદી માહોલ જામશે તેની પૂરેપૂરી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલ જણાવે છે કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ ઉત્તર મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.
રાજ્યમાં કચ્છના દક્ષિણ પૂર્વ વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે તેવું અનુમાન પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ 28 સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીમાં ઉતરીય વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને 8 ઓક્ટોબર પછી સંપૂર્ણ રાજ્યમાંથી વિધિગત રીતે ચોમાસું વિદાય લેશે એવું અનુમાન પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં આગમી દિવસોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.