આ વર્ષે ચોમાસુ કેવું થશે ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ….
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળા દરમિયાન સતત પડી રહેલ કમોસમી ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠા જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ પરિસ્થિતિની વચ્ચે હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. તેને લઈને મોટા એંધાણો મીડિયા સામે આપવામાં આવ્યા છે. તેણે જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસાના ભણકારાઓ વાગી રહ્યા છે. ચોમાસુ શરૂ થવાની પૂર્વ પ્રક્રિયાઓનો આરંભ થઈ ચૂક્યો છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલા વાતાવરણમાં કેટલાક ફેરફારો થતા હોય છે. જેમાં સવારના સમયે વાદળો આવે ત્યારબાદ બપોરે ફરી વાતાવરણ ચોખ્ખું થઈ જાય અને રાત્રિના સમયે ફરી વાદળો બંધાવવા લાગે આવી પ્રક્રિયાઓ એક મહિના સુધી થતી હોય છે.
ત્યારબાદ તરત જ ચોમાસાની ઋતુ શરૂ થઈ જતી હોય છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ પ્રક્રિયા હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ દિવસોમાં અરબી સમુદ્રમાં ભારે હવાનું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. આ દબાણને કારણે આગામી દિવસોમાં ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન આ સંકેતો પરથી અવલોકન કરીને કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે. ખાસ કરીને કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ સહિતના પાકોનું સારું ઉત્પાદન મળી શકે છે. લાંબાગાળાના પાકોને થોડુંક નુકસાન થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 15 જૂનની આજુબાજુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. રાજ્યમાં 15 થી 30 જુનની વચ્ચે ચોમાસાની શરૂ થઈ જશે.
મીડિયા અહેવાલ અનુસાર તમને જણાવી દઈએ કે વેસ્ટન ડીસ્ટર્બ્સના કારણે રાજ્યમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આવતા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને ત્યારબાદ ગરમીનો પારો ઊંચો જશે. ખાસ કરીને બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી શકે છે. તેને લઈને હવામાન વિભાગે મોટી માહિતી આપી છે.