ઘરના પતરા ઉડશે, સિઝનનું પહેલું મોટું વાવાઝોડું આવી રહ્યું છે, આ ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી…
સમગ્ર રાજ્યમાં નવરાત્રી ધૂમધામથી ચાલી રહી છે તો બીજી તરફ ખેડૂતો પણ તૈયાર પાકની લણણી કરી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને એકી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 3 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા થી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર મહિનામાં ઘરના પતરા ઉડાડે તેવું સીઝનનું પહેલું ચક્રવાત ઉત્પન્ન થવાને મોટી સંભાવના વ્યક્ત કરી છે. તો આ સાથે જ આગામી દિવસોમાં વરસાદને લઈને પણ ભારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે નવરાત્રીના છેલ્લા દિવસોમાં ભારે વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે.
મીડિયા સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતા છે આ ચક્રવાતની સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો નોંધાય શકે છે ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ વરસાદનો છેલ્લો રાઉન્ડ ભારે ભયાનક આવી શકે છે તેને લઈને આગાહી કરવામાં આવી છે.
તો આ સાથે જ પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થશે અને પાંચ તારીખ પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અને વરસાદનું જોર વધી શકે છે કારણ કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. ઉત્પન્ન થતું આ મોટું ચક્રવાત આ વર્ષની સિઝનનું પહેલું ચક્રવાત બની શકે છે.
બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી આ મોટી સક્રિય સિસ્ટમના કારણે દેશના દક્ષિણ પૂર્વે તટ પર ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે તો આ સાથે જ તેની સીધી અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ નોંધાઈ શકે છે જેમાં અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા જેવા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સુરત, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થઈ શકે છે.