કપાસના ભાવમાં ફૂલ તેજી, સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં અધધ આટલો મોટો ઉછાળો, જાણો નવા ભાવ…

છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે કપાસમાં ભારે તેજી જોવા મળી રહે છે ગયા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે આ સમાચાર સાંભળીને હાલ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાયેલો છે. કોરોના કાળમાં સમગ્ર દેશ વ્યાપી મોંઘવારીને કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે વિદેશી માર્કેટમાં કપાસની ભારે તંગીને કારણે ભાવ આસમાની સપાટી સુધી પહોંચી શકે છે તેવું એંધાણ હાલ માર્કેટયાર્ડના જ્ઞાની લોકોનું માનવું છે.

ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે રાજ્યમાં કપાસના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે પરંતુ કપાસના પાકમાં અમુક એવા રોગોને કારણે છેલ્લા બે વર્ષથી કપાસનું ઉત્પાદન ઘટ્યું હોય તેવા સંકેતો હાલ ખેડૂતો તરફથી મળી રહ્યા છે પરંતુ ઉત્પાદનના ઘટાડાની સામે ભાવના વધારાને કારણે ખેડૂતોને સારી એવી કમાણી થઈ રહી છે. આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે.

હાલના કપાસના લેટેસ્ટ ભાવ વિશે વિગતવાર નજર નાખીએ તો સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટયાર્ડ જેવા કે અમરેલી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ હાલ 8,425 પ્રતિ ક્વિન્ટલ દીઠ સ્ટાર્ટિંગ ભાવ બોલવામાં આવ્યો છે જ્યારે આ માર્કેટયાર્ડનો સૌથી વધારે બોલવામાં આવેલો ભાવ 8,850 પ્રતિ ક્વિન્ટલ દીઠ મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે.

તો આ સાથે સૌરાષ્ટ્રના બીજા કેટલાક માર્કેટયાર્ડ જેમાં જામનગરના ધોરલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સરેરાશ 7,985થી મહત્તમ ભાવ 8,680 સુધી બોલવામાં આવ્યો છે. જૂનાગઢના વિસાવદર માર્કેટ યાર્ડમાં નવા કપાસની હરાજી હાલ શરૂ થઈ ગઈ છે જેમાં કપાસનો સરેરાશ ભાવ 8,390 થી સૌથી વધારે 8,770 પ્રતિ ક્વિન્ટલ દીઠ બોલવામાં આવ્યો છે.

વધુમા દક્ષિણ ગુજરાતના ભરૂચમાં આવેલા જંબુસર માર્કેટ યાર્ડમાં નવા કપાસના ભાવ 7,800 થી 8000 સુધી હરાજીમાં બોલવામાં આવ્યા છે. કપાસના ભાવમાં મોટો ઉછાળો આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો છેલ્લા બે વર્ષની સાપેક્ષે આ વર્ષે કપાસનું ઉત્પાદન વધારે થશે તેવું અનુમાન ખેડૂતવીદો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *