આખરે રાણો પોલીસના પિંજરે પુરાયો, દેવાયત ખવડની ધરપકડ બાદ પોલીસે આપ્યું મોટું નિવેદન… -જુઓ વિડિયો

7 ડિસેમ્બરના રોજ મયુર સિંહ રાણા નામના શખ્સ પર ગુજરાતના લોકપ્રિય ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચેતેશ્વર ચોક નજીક ભર બપોરે ધોકા અને લોખંડી પાઇપ પડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલા બાદ દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો પર વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના દસ દિવસ બાદ આજે બપોરે 2:30 કલાકે લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો હતો.

છેલ્લા દસ દિવસની પોલીસની તપાસ બાદ અચાનક દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થતા સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવાડે આગોતરા જામીન અરજી કરી હતી. જેને લઈને 17 ડિસેમ્બરના રોજ તેની સોનવણી યોજવાની છે. જામીનની અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા દેવાયત ખવડ પોતે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે.

તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ સ્વયમ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો છે કે તેને પકડી પાડવામાં આવ્યો છે. તેને લઈને હાલ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી હાથ લાગી નથી. આગામી સમયમાં આ સમગ્ર ઘટનાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તેની સમગ્ર જાણકારી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. દેવાયત ખવડ મયુર સિંહ રાણા પર જીવણ હુમલો કરીને છેલ્લા નવ દિવસથી ફરાર હતો. પોલીસની પકડથી તે ભાગી રહ્યો હતો. ત્યારે મયુરસિંહ રાણા અને તેના પરિવારજનોએ આ સમગ્ર ઘટનાની કડકાઈથી કાર્યવાહી કરવા માટે પીએમઓમાં ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ હવે દેવાયત ખવડ પોતે પોલીસ સમક્ષ રજૂ થયો છે.

દેવાયત ખવડને ક્રાઈમ બ્રાન્ચ માંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ત્યારે મીડિયા કર્મીઓ દેવાયતને ઘેરી વળ્યા હતા. અને સતત આ હુમલા અંગે માહિતી મેળવવા માટે કોશિશ કરી રહ્યા હતા. પરંતુ દેવાયત ખવાડે એમ જણાવ્યું હતું કે સમય આવશે ત્યારે બધું કેવામાં આવશે. વિગતવાર કોઈ માહિતી જણાવી ન હતી. હવે આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કડકાયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્ટ દેવાયત ખવડને શું સજા સંભળાવે તે જોવાનું બાકી રહ્યું છે. જુઓ વિડિયાઓ…

https://twitter.com/TrikalNews/status/1603723824859865088?t=zjGI43UMZQC9IRvgBMNafQ&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *