આખરે 10 દિવસ બાદ રાણો પિંજરામાં પુરાયો ! દેવાયત ખવડ પોલીસ સામે થયો સરેન્ડર, જાણો હવે શું થશે….
રાણો રાણાની રીતે ફેમ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ હાલ જેલના સળિયાઓ પાછળ પુરાયા છે. આ સમગ્ર ઘટના વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ કે સાત ડિસેમ્બરના રોજ રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ચેતેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના શખ્સ પર દેવાયત ખવડ અને તેના સાથે મિત્રો દ્વારા જાહેર રસ્તા પર ધોકા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેના વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા દસ દિવસથી દેવાયત ખવડ ફરાર હતો. પરંતુ આજે દેવાયત ખવડ પોતે એ ડિવિઝન પોલીસ પાસે સરન્ડાર થવા માટે આવ્યો છે. દેવાયત ખવડ અવારનવાર મોટા લોક ડાયરાઓમાં વટ અને ખુમારીની મોટી મોટી વાતો કરતો નજરે પડતો હોય છે. પરંતુ આજે રાણાને ખરેખર રેલો છુટી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
દેવાયત ખવડ છેલ્લા દસ દિવસથી ફરાર હતો. પરંતુ આજે પોલીસ સામે આવીને સરેન્ડર કર્યું હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડની હાલ સોશિયલ મીડિયા પર ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. દેવાયત ખવાડે કોર્ટમાં આગોતરા જામીનને લઈને અરજી કરી હતી. તેની સુનાવણી આવતીકાલે કોર્ટમાં યોજવાની છે. પરંતુ તે પહેલા દેવાયત ખવડ પોલીસ સમક્ષ રજૂ થયો છે.
આ સમગ્ર ઘટના વિશે મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને લઈને હજુ હાલ કોઈ સત્તાવાર માહિતીઓ સામે આવી નથી. દેવાયત ખવડ પોલીસ સમક્ષ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. અને આગળની કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ દેવાયત ખવડ સાથે હવે શું થશે તેને લઈને મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પીડિત મયુર સિંહ રાણા અને તેના પરિવારજનો દ્વારા 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આ સમગ્ર ઘટના વિશે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિતના પરિવાર દ્વારા સમગ્ર ઘટનાની જાણ પીએમઓ સુધી પહોંચાડવામાં આવી છે અને આ સમગ્ર ઘટના પર કડક અને કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવે તેને લઈને પણ મોટી માગો કરવામાં આવી રહી છે. છેલ્લા દસ દિવસથી ભાગેડું ફરાર દેવાયત ખવાડ હાલ એ ડિવિઝન પોલીસના જેલના સળિયા ગણતો થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની પલ પલની જાણકારીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.