ખેડૂતોને થશે મોટું નુકસાન, આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ફટાફટ જાણી લો નહિતર ઉભો પાક બગડશે…
રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસા એ વિદાય જાહેર કરી છે પરંતુ વેસ્ટન ડીસ્ટર્બન્સના કારણે ફરી એકવાર રાજ્યમાં વરસાદીમાં હોલ ઉત્પન્ન થયો છે. ભારતના ઉત્તરીય વિસ્તારોમાં વરસાદી માહોલ બંધાતા તેની વિશેષ અસરના કારણે રાજ્યમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો મોસમી પ્રસાદ વરસી રહ્યો છે.
વધુમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેને લઈને મોટા સંકેતો આપ્યા છે જેના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા પાકને ભારે નુકસાની થવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગનું એવું માનવું છે કે આ વર્ષે દિવાળી સુધી વરસાદી માહોલ રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 17 ઓક્ટોબર સુધી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મ્સ ભર્યું વાતાવરણની સાથે જ કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળ્યા હતા.
બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ, અમરેલી, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે જેમાં સમી સાંજથી વહેલી સવાર સુધીમાં ગુલાબી ઠંડી પડી રહી છે. તો આ સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમે બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે જેના કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે તેમ છે.