દરેક માતા-પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખો નહીંતર થશે આવું, 18 વર્ષના છોકરાને રાતે ગેમ રમવાની આદત પડી ભારે, આ કારણે થયું મૃત્યું…
આજના આ આધુનિક યુગમાં છોકરા કે છોકરીઓ મેદાનની રમતોને ભૂલી ગયા છે અને મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર પર ઈન્ટરનેટ દ્વારા રમાતી ગેમો રમવા બાળકો પ્રેરિત થઈ ચૂક્યા છે. આ ગેમોના લીધે બાળકોનો માનસિક વિકાસ તો થાય છે પરંતુ તેમનો શારીરિક વિકાસ અટકી જાય છે. વધુ પાડતી ગેમ રમવાના કારણે બાળકોના મનમાં માનસીક તણાવ ઉત્પન્ન થાય છે બાળકોનું મન ભટકવા લાગે છે અને તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે.
ગેમ રમવાની વધુ પડતી કુટેવના કારણે મૃત્યુ પણ થઈ શકે છે એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો થાઈલેન્ડ થી સામે આવ્યો છે. આ ઘટનામાં એક 18 વર્ષનો યુવાન છોકરો જેને દરરોજ રાતે ગેમ રમવાના અંધાધૂંધ શોખના કારણે તેને ઊંઘ પૂરી થઈ શકતી ન હતી આ વાતની જાણ તેમના માતા-પિતાને પણ નહોતી પરંતુ રાતો રાત ગેમ રમ રમ કરવાના કારણે તેની ઊંઘ પૂરી ન થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ગેમો રમવાના ખોટા બંધાણને કારણે બાળકોના મન વિચલિત થઈ જાય છે અને તેમની વિચારવાની શક્તિ નાશ પામે છે જેના લીધે જે તેને એવી ભાન રહેતી નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ. થાઈલેન્ડમાં એક 18 વર્ષના યુવાન છોકરા સાથે આવી જ કરૂણ ઘટના ઘટી હતી. આ છોકરાને ઇન્ટરનેટ દ્વારા ગેમ રમવાનો શોખીન હતો. શોખના કારણે છોકરો રાતોરાત પોતાની ઊંઘ બગાડી ને જાગતો હતો અને ગેમ રમવાનો આનંદ માણતો હતો પરંતુ આ સમગ્ર વાત તેમના માતા-પિતા જાણતાં ન હતા કે છોકરો રાતો રાત જાગીને ઓનલાઈન મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે.
વધુમાં છોકરાની માતા જણાવતા કહે છે કે મને મારા છોકરાના આ ઓનલાઇન રમત્તની કોઈપણ પ્રકારની ચિંતા ન હતી. તેઓ એવું પણ કહે છે કે આ ગેમ તે મોબાઈલમાં પણ રમતો હતો વળી ક્યારેક તેમની પાસે રહેલા કમ્પ્યુટરમાં રમતો હતો. પરંતુ તેની માતાને આવો ખ્યાલ ન હોતો કે આ ગેમ તેમનો જીવ લેશે. તમને જણાવી દઈએ કે તેમની માતા છોકરાની બાજુની બીજી રૂમમાં સુતા હતા. છોકરો રમત રમવા માટે જાગતો હતો તેમની માતાને તેમના બાથરૂમમાંથી નાહવા નો અવાજ આવતો કારણકે છોકરો નાહી રહયો હતો. એક રિપોર્ટ અનુસાર આ છોકરો ગેમ રમવાના કારણે તેમના રૂમ નો દરવાજો અંદરથી બંધ કરીને ગેમ રમતો હતો. તેવામાં એક દિવસ રાતે આ ઘટના ઘટી.
એક દિવસની રાતે છોકરાએ ફોન પણના ઉપાડ્યા અને તેની રૂમનું બારણું પણ ન ખોલતા તેમના માતા અને પિતા ચિંતામાં પડી ગયા ત્યારે તેમણે આજુબાજુના લોકોને બોલાવીને રૂમનો દરવાજો તોડતા જોયું તો છોકરો બેહોશ થયેલી અવસ્થામાં પડ્યો હતો. અને તેમણે શર્ટ પણ નહોતો પેર્યો.તેમજ તેમનો મોબાઈલ તેની ખુબજ નજીક પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસના કહેવા મુજબ છોકરો આખી રાત જાગીને ગેમ રમતો હતો અને આ જ કારણે તેમની ઊંઘ પૂરી ન થતાં વધુ પડતી ચિંતાના કારણે તેને હદયનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું હતું.