કપાસના ભાવ આ વર્ષે પહેલીવાર રેકોર્ડ બ્રેક આટલા હજારની સર્વોચ્ચ સપાટીએ જશે, જાણો નવા ભાવ….

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કપાસનું વાવેતર ખૂબ જ વધી ગયું છે તો કેટલાક વિસ્તારોમાં અમુક અડચણાના કારણે કપાસનો પાક વાવવાનું બંધ કરી દેવામાં આવેલ છે. વૈશ્વિક બજારમાં સફેદ કોટનની ઊઠતી માંગને પહોંચી વળવા માટે ગુજરાતના ખેડૂતોને આ વર્ષે કપાસના સારા એવા ભાવ મળી શકે તેઓ અનુમાન ખેતી વિજ્ઞાનીઓ લગાવી રહ્યા છે.

ચોમાસાની સિઝન દરમિયાન સૌથી વધારે કપાસનું વાવેતર તળાજા જિલ્લામાં કરવામાં આવે છે તો ભાવનગર જિલ્લામાં પણ કપાસના વાવેતરમાં આ વર્ષે મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે.વર્ષે ભાદરવા મહિનામાં કપાસનું નવું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે. આ મહિનામાં કપાસની નવી આવક શરૂ થતા તમામ માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા તેમજ દલાલો દ્વારા નવા કપાસની ખરીદીઓ પૂરું જોશમાં શરૂ થતી હોય છે.

તો આ વર્ષે ભાદરવા મહિનો શરૂ થતાની સાથે જ નવા કપાસનું ઉત્પાદન શરૂ થયું છે અને આ નવા કપાસનું ઉત્પાદન થતા ખેડૂતો દ્વારા માર્કેટ યાર્ડમાં નવા કપાસનું વેચાણ કરવા માર્કેટયાર્ડમાં આવે છે તેથી સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડઓમાં નવા કપાસની આવક થતાં તેમનું શ્રીગણેશ કરવામાં આવ્યું છે.તો સૌ પ્રથમ તળાજા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થતા સૌપ્રથમ નવા કપાસની લેવાલી શરૂ થઈ છે અને આ લેવાલીમાં સૌથી વધારે ભાવ 3500 ની આસપાસ બોલવામાં આવ્યો છે.

તો આ માર્કેટ યાર્ડના પ્રમુખ એવા ભીમજીભાઇ પંડ્યા અને તેમજ બીજા તેના હરાજી કાર્યકર્તાઓ દ્વારા આ વર્ષે કપાસના ભાવ છેલ્લા 30 વર્ષના રેકોર્ડ સમાન 3500 ની આજુબાજુ રહેવા માટેનું અનુમાન લગાવ્યું છે તો આ વર્ષે ન્યૂનતમ ભાવ 2000 ની આસપાસ રહેશે તેવું જાહેર કર્યું છે.છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે જેને કારણે કપાસના ઉત્પાદનમાં મોટાપાયે વધારો જોવા મળશે.

તો તેની સાથે જ કપાસના ભાવમાં પણ ઐતિહાસિક ઉછાળો જોવા મળશે જેના કારણે ખેડૂતોમાં હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે વધુ પડતી કપાસની ઉડતી માંગને કારણે આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના માર્કેટ યાર્ડ માં નવા કપાસની આવક જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *