કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સર્વોચ્ચ સપાટીએ, ભાવ જાણીને હલબલી જશો, વેચતાં પહેલા જાણી લો બજાર ભાવ….

છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષે આ વર્ષે ગુજરાતમાં કપાસનું વાવેતર ખૂબ જ ઓછી માત્રામાં થયું છે તો આ સાથે જ વૈશ્વિક બજારોમાં કપાસની વધુ પડતી માંગને કારણે કપાસના ભાવ આસમાની સપાટીએ પહોંચે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ હાલ મકરસંક્રતિ નજીક આવવાના કારણે કપાસની ખરીદી ઘટી રહી છે જેને કારણે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં 30 થી 70 રૂપિયા સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર ગણી શકાય.

આ લેખમાં આજના નવા સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના કપાસ ભાવ વિશે વાત કરીશું. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1600 થી 1710 રૂપિયા સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડમાં આજે બજાર ભાવ 1600 થી 1751 સુધી બોલવામાં આવ્યા છે સાવરકુંડલા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં કપાસના ભાવ 1680 થી 1780 રૂપિયા બોલવામાં આવ્યા છે.

જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ આજે રૂપિયા 1600 થી 1780, બોટાદ માર્કેટ યાર્ડમાં આજના નવા કપાસના ભાવ 1600 થી 1761 રૂપિયા બોલાયો છે. મહુવા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો આજે કપાસના ભાવ 1501થી 1765 રૂપિયા બોલવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1651 થી 1750 રૂપિયા બોલવામાં આવ્યો છે.

રાજકોટના કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ 1600 થી 1708 રૂપિયા બોલવામાં આવ્યો છે તો આ સાથે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો નવા ભાવ પ્રતિ મણ 1650 થી 1700 સુધી સૌથી વધુ બોલવામાં આવ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1600 થી 1756 સુધી બોલવામાં આવ્યો છે. તો આ સાથે જ બાબરા માર્કેટ યાર્ડમાં રૂપિયા 1600 થી 1700 રૂપિયા ભાવ બોલવામાં આવ્યો છે.

જેતપુરમાં આજે કપાસના નવા બજારના ભાવ 1660 થી 1760 રૂપિયામાં ખરીદી થઈ રહી છે તો આ સાથે જ વાંકાનેરમાં આજે બજારના ભાવ 1600 થી 1700 રૂપિયા પ્રતિ મણ લેખે ખરીદી ફરીથી શરૂ થઈ છે. મોરબીમાં આજના બજાર ભાવ 1600 થી 1750 સુધી બોલવામાં આવ્યા છે. રાજુલામાં આજે બજારના ભાવ 1650 થી 1750 સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ હળવદમાં આજના નવા બજારના ભાવ 1600 થી 1700 પ્રતિ મણ બોલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *