બાળકોના જીવ તાળવે ચોંટયા, ગાંધીનગરમાં પુર ઝડપે આવતી બસની ટક્કરથી બાળકો ભરેલી સ્કૂલવાન બે વાર પલ્ટી ખાતા આટલા બાળકો થયા ઇજાગ્રસ્ત, અકસ્માતનો લાઇવ વિડિયો આવ્યો સામે.. જુઓ વિડિયો…

રાજ્યમાં કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. રાજ્યમાં અવારનવાર મોટી અકસ્માતને દુર્ઘટના ઘટતી હોય છે આવી જ એક દુર્ઘટના ગાંધીનગરમાં બની છે. સવારના સમયે ગાંધીનગરમાં ખાનગી બસે બાળકો ભરેલી સ્કૂલ વેનને જોરદાર ટક્કર મારતા સ્કૂલવાન હવામાં બે વાર ફંગોળાઇને પલટી મારી હતી જેને કારણે અનેક બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર હાલ સામે રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ વેન ચાલકો અને રિક્ષાચાલકો સામે તંત્ર દ્વારા સતત આ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક પોલીસ પણ પોતાની ડ્યુટી સમયે ઊંઘતી હોય છે. ટ્રાફિક પોલીસની કોઈપણ કાર્યવાહી ન થતા સ્કૂલવાન અને રિક્ષાચાલકો બેફામ ચલાવી રહ્યા છે તો આ સાથે જ કેટલાક ખાનગી વાહનો પણ ભીડભાળ વાળા રસ્તાઓમાં બેફામ ચાલતા જોવા મળે છે જેને કારણે અનેક વાર અકસ્માતની મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.

છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ વેનમાં પણ બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે જેના કારણે રાજ્યમાં સ્કૂલવેન અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર ચ-6 સર્કલ ઉપર આવી એક બાળકો ભરેલી સ્કૂલ વેન ખાનગી બસ સાથે અથડાતા ખૂબ જ મોટો ગમખ્વાર અસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્કૂલમાં રહેલા બાળકોમાંથી લગભગ 10 જેટલા બાળકોને ગંભીર ઇજાઓ થઈ છે.

ઇજાગ્રસ્ત બાળકોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો આ સાથે જ એક બાળકની હાલત ગંભીર હોવાને કારણે અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અંઅકસ્માતનો હાલ લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી હાલ ખૂબ જ નજીક આવી રહી છે જેના કારણે આ વિસ્તારના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત બાળકોને ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે તો આ સાથે જ તંત્રને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો…

આ સ્કૂલ વેનમાં 12 જેટલા બાળકો હતા. ખાનગી બસ ચાલકે સર્કલ ઉપર પૂર ઝડપે બસ ચલાવી રહ્યો હતો જેના કારણે અચાનક સ્કૂલ વેન વચ્ચે આવી જતા ધડાકાભેર ટક્કર મારતા સ્કૂલ હવામાં બે વાર ફંગોળાઇને પલટી મારી ગઇ હતી. અકસ્માત સર્જાતાની સાથે જ ત્યાં રહેલા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ બાળકોને વેનમાંથી બહાર કાઢ્યા હતા તો આ સાથે જ અકસ્માતની જાણ વાલીઓને થતા વાલીઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા આ સમગ્ર અકસ્માત મામલે બસના ડ્રાઇવરની ધરપકડ કરીને પોલીસની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *