Breking News/અંગ્રેજો પર હવે આ મૂળ ભારતીયનું ચાલશે રાજ, બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા આ મૂળ ભારતીય, જાણો કોણ છે આ વ્યક્તિ…
હાલમાં અત્યારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દુનિયા માટે ખાસ કરીને ભારતીય નાગરિક માટે ગર્વ લઈ શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રસ્ટના રાજીનામા બાદ વડાપ્રધાન પદ તરીકેની હરિફાઈ ચાલી રહી હતી રવિવારના દિવસે જોન્સન આ હરીફાઈ માંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ ઋષિ સુનક અને પેની વચ્ચે જોરદાર હરિફાઈ ચાલી રહી હતી તેમાં મૂળ ભારતીય ઋષિ સુનેક વડાપ્રધાનની રેશમા ઇતિહાસ રચ્યો છે અને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકેની નિમણૂક હાલ ઋષિ સુનેકની કરવામાં આવી છે.
ઋષિ સુનેક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે બોરિસ જોન્સન વડાપ્રધાન બનવાની આ હરીફાઈ માંથી બહાર નીકળી ગયા છે અને ત્યારબાદ છેલ્લે પેની મૉરડોન્સના પણ આ હરીફાઈ માંથી બહાર નીકળતા મૂળ ભારતીય નાગરિક ઋષિ સુનેકને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકેની નિમણૂક કરવામાં આવી છે હવે અંગ્રેજો પર એક મૂળ ભારતીય નાગરિક પોતાનું સામ્રાજ્ય ચલાવશે આ એક ભારતીય માટે ખૂબ જ ગર્વ લઈ શકાય તેવા સમાચાર છે.
બ્રિટનના નવા વડાપ્રધાન બનેલા આ વ્યક્તિ ઋષિ સુનક કોણ છે અને તે ક્યાંના રહેવાસી છે ચાલો તેની વિગતવાર વાત કરીએ. ઋષિ સુનક ના માતા પિતા મૂળ ભારતના રહેવાસી છે તેઓ પંજાબના મૂળ વતની છે તેઓ ઘણા સમય પહેલા બ્રિટનમાં સ્થાયી થયા હતા. સુનકનો જન્મ બ્રિટનમાં હૈંપશાયરમાં થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઋષિએ અમેરિકાની સ્ટેન્ડ ફોર યુનિવર્સિટી માંથી એમબીએ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી રાજકારણ ફિલોસોફી અને અર્થશાસ્ત્રનો વિગતવાર અભ્યાસ પ્રાપ્ત કર્યો છે ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ સ્થાપક નારાયણ મૂર્તિનો જમાઈ પણ છે. ઋષિ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડ મેન સેન્સ અને હેજ ફંડમાં રાજકારણમાં જોડાતા પહેલા કામ કર્યું હતું. ત્યારબાદ ઋષિએ ઇન્વેસ્ટમેન્ટ ફર્મની સ્થાપના કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તેની માતા એક ફાર્માસિસ્ટ છે અને તેઓ નેશનલ હેલ્થ સર્વિસમાં જોબ પણ કરી રહ્યા છે.
સુનકના પિતાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેન્ડ ફોર યુનિવર્સિટી માંથી સ્નાતક સુધીનો અભ્યાસ પ્રાપ્ત કરેલો છે વર્ષ 2015 ની સાલમાં તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2018 ની સાલમાં સ્થાયી સરકારમાં મંત્રી નું પદ પ્રાપ્ત કર્યું હતું અને 2019 માં તેણે ટ્રેજરીના ચીફ સેક્રેટરીનું પદ મેળવ્યું હતું. બ્રિટનના નવા વડાપ્રધાન હાલ એક મૂળ ભારતીય બન્યા છે જેને કારણે સમગ્ર દેશ માટે આ એક ગર્વની બાબત ગણી શકાય.