કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા 2100ને પાર, જાણો આજનાં નવા ભાવ..

છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે કપાસના ભાવમાં ફૂલ તેજી જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારી અને કુદરતી આપત્તિઓમાં વાવાઝોડાના કારણે કપાસના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. જેને કારણે છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ સાવ નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ આ વર્ષે કપાસના ભાવમાં ખૂબ જ જંગી ઉછાળો આવ્યો છે. જેને કારણે હાલ ખેડૂતોમાં ખુશીનો લહેર જોવા મળી રહી છે.

સમગ્ર ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસનું વાવેતર આ વર્ષે ખૂબ જ વધારે માત્રામાં કરવામાં આવ્યું છે. વધુ વાવેતરની સાથે કપાસના ભાવ પણ સારા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો આજે આ લેખમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં કપાસની શું બજાર ચાલી રહી છે તેના વિશે વિગતવાર વાત કરવાના છીએ. સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે કપાસના ભાવ સરેરાશ પ્રતી મણ 1700 થી 2130 સુધી બોલવામાં આવી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો 1700 થી 1920 રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવ્યો છે. ત્યારબાદ અમરેલીમાં કપાસના નવા આજના બજાર ભાવ 1700 થી 2000 સુધી બોલવામાં આવ્યો છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં આજે કપાસના ભાવ 1800 થી 2150 સુધીનો વધારે ભાવ બોલવામાં આવ્યો છે.

જસદણમાં આજના કપાસના ભાવ 1700 થી 1950 રૂપિયા, બોટાદમાં 1601 થી 2100 રૂપિયા, મહુવામાં 1700 થી 2100 રૂપિયા, ગોંડલમાં 1650 થી 1850 રૂપિયા, કાલાવાડમાં 1700 થી 1800 રૂપિયા, જામજોધપુરમાં 1700 થી 1900 રૂપિયા ભાવનગરમાં 1750 થી 2150, જામનગરમાં 1750થી 2120, બાબરામાં 1730 થી 2100 રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવ્યો છે.

જેતપુરમાં આજના કપાસના નવા બજાર ભાવ 1720 થી 2130 રૂપિયા, વાંકાનેરમાં 17,50 થી 1800 રૂપિયા ભાવ, મોરબીમાં 1700 થી 2000 રૂપિયા ભાવ, રાજુલામાં 1650 થી 1820 રૂપિયા, વિસાવદરમાં 1985 થી 2100 સુધીનો ઊંચો ભાવ બોલવામાં આવ્યો છે. તળાજામાં 1500 થી 2150 રૂપિયા, જુનાગઢમાં 1720 થી 2150 રૂપિયા સુધીનો ઉંચો ભાવ બોલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *