સોનાના ભાવમાં મોટો કડાકો, ખરીદવા માટે જોરદાર તક, જાણો આજના નવા લેટેસ્ટ ભાવ…
ઉનાળામાં પણ લગ્ન ગાળાની સિઝન પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે સોના અને ચાંદીના ભાવમાં એક મોટો કડાકો થયો છે જેને કારણે ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોના અને સાંદીના ભાવ ઓલ ટાઈમ હાય કરતા નીચલી સપાટીએ પહોંચ્યા છે. જેના કારણે સોનુ અને ચાંદી ખરીદતા ગ્રાહકો માટે આ એક શુભ સમાચાર ગણી શકાય.
સોના અને સાંદીની ખરીદી માટે આ સારામાં સારી તક છે. પછી આવી તક ક્યારેય નહીં મળે. જાણો આજના તમામ શહેરોના સોનાના ભાવ. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પર એક અઠવાડિયાથી ઓલ ટાઈમ હાઇ રેટ રહ્યો હતો. બે દિવસ પહેલા સોનાનો ભાવ ₹61200 ચાલી રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ સોનાના ભાવમાં 400નો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતમાં પણ લગ્નની સિઝન શરૂ થતા સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ઉડતી માંગ અને કારણે કેટલાક દિવસોથી ભારે તેજી જોવા મળી હતી. પરંતુ આ જ વહેલી સવારથી જ સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોનાના ભાવ ₹ 59,860 ની નીચલી સપાટીએ ચાલી રહ્યો છે. બે દિવસમાં સોનાના ભાવમાં એક સાથે ત્રણ હજારનો ઘટાડો જોવા મળ્યો છે.
આજ સવારથી જ એમસીએક્સ પર સોનું 5.03% ના ઘટાડા સાથે ફરી એકવાર પોતાની નિસલી સપાટીએ પહોંચી ગયું છે તમને જણાવી દઈએ કે એમસીએક્સ પર 24 કેરેટ સોનાની હાલની કિંમત ₹59,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ચાલી રહી છે. તો બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારથી જ એમસીએક્સ પર ચાંદી 3.36% ના ઘટાડા સાથે 77000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ચાલી થઈ રહ્યું છે.
અલગ અલગ શહેરમાં સોનાના આજના નવા લેટેસ્ટ ભાવ :-
સુરતમાં 22 કેરેટના ભાવ ₹ 57,400 અને 24 કેરેટના ભાવ ₹ 59,850 છે. અમદાવાદમાં 22 કેરેટના ભાવ ₹ 57,350 અને 24 કેરેટના ભાવ ₹59,860 છે. વડોદરામાં 22 કેરેટના ભાવ ₹ 57,300 અને 24 કેરેટના ભાવ ₹ 59,780 છે. મુંબઈમાં 22 કેરેટના ભાવ ₹ 57,730 અને 24 કેરેટના ભાવ ₹ 59,730 છે.