છત્રી અને રેઈનકોટ મુકી ન દેતા, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આ વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા અંબાલાલ પટેલની મોટી આગાહી…

રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ વરસાદની પણ રમઝટ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સુરત વડોદરા સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેર તો તેની સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હજુ પણ આવતા દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મીડિયા અહેવાલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય વેલમાર્ગ સિસ્ટમ જે આગામી દિવસોમાં ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ શકે છે જેને કારણે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે એકાએક વરસાદી માહોલ વધવા લાગશે.

તો આગાહીની સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહીની જાહેરાત કરી છે જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી પરંતુ અંબાલાલ પટેલના મત મુજબ ભારે વરસાદ વરસી શકે છે.

તેમની આગાહી મુજબ 5 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. 1 તારીખથી રાજ્યના વાતાવરણમાં વરસાદનું પ્રમાણ વધતું જશે. જેમ 5 તારીખ નજીક આવશે, તેમ તેમ વરસાદ ભુક્કા બોલાવી નાખશે. ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની પવન ફૂંકાઇ શકે છે.

વધુમાં ઓક્ટોબર મહિનામાં એક વાવાઝોડાના મંડાણની પણ આગોતરી જાણકારી આપી છે. 10 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે. જે એક મોટા ચક્રવાતના ફેરવાઈ શકે છે જેના કારણે દક્ષિણ ભારતની સાથે ગુજરાતમાં તબાહી મચાવે તેવો પવન અને વરસાદ આવી શકે છે તેને લઈને પણ મોટી સંભાવના વ્યક્ત કરી છે. નવરાત્રીના દિવસોમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *