દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો મોટો કડાકો, ખરીદવા માટે છે યોગ્ય સમય, જાણી લો આજના નવા લેટેસ્ટ ભાવ…
દિવાળીને આખા વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ તહેવારને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તહેવારોની સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે નવરાત્રી પછી ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો લોકો ધૂમધામથી ઉજવણી કરતા હોય છે તેવામાં ધનતેરસ ઉપર તમામ લોકો સોના અને ચાંદીની ખરીદી પર લાગી જતા હોય છે તેવા માટે આ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે સોનુ અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
સોના અને ચાંદીની ખરીદી માટે સૌથી મોટી તક આવી છે કેમકે સોનાની સર્વોચ્ચ સપાટીથી હાલભાવ ખૂબ જ નીચલી સપાટીએ પહોંચી ગયા છે જેને કારણે સોનાની ખરીદી કરતા લોકો માટે ભારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારતની સ્થાનિક બજારોમાં અત્યારે 24 કેરેટ સોનાના ભાવ 50,438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયા છે જ્યારે સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવ 56042 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિયન બુલેટિન જ્વેલર્સ એસોસિએશન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓ સિવાયના દિવસો જેવા કે શનિવાર અને રવિવારના દિવસે તેઓ સોના અને ચાંદીમાં ભાવ જાહેર કરી શકતા નથી આવી પરિસ્થિતિમાં સોમવારે એટલે કે આવતીકાલે માર્કેટના નવા ભાવ જાહેર કરી શકે છે જેમાં ચાંદીના ભાવમાં 1044 રૂપિયા સસ્તી થઈને શુક્રવારે 56042 રૂપિયા પ્રતિ કિલોના ભાવે માર્કેટ બંધ થયું હતું.
સોનાના નવા ભાવ વિશે વાત કરવામાં આવે તો પોતાની સર્વોચ્ચ સપાટીએ 5762 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ઓલ ટાઈમ બોલવામાં આવ્યો હતો. વધુમાં 2020માં ઓગસ્ટ મહિનામાં સોનું પોતાની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી સુધી પહોંચ્યું હતું. આ મહિનામાં સોનાનો સર્વોચ્ચ ભાવ 56022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
રાજ્યના અલગ અલગ મોટા શહેરોમાં સોનાના ભાવ વિશે વિગતવાર વાત કરીએ તો વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹45,480 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,700 છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,500 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,720 છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,500 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,720 છે.