તુર્કીમાં બીજો મોટો ભુકંપ, મોતનો આંકડો પહોંચ્યો આટલા હજારને પાર, જુઓ ભૂકંપના મહાવિનાશના દિલધડક વિડીયો…
દુનિયાના કેટલાક દેશો જેવા કે તુર્કી અને સીરીયામાં સોમવારે ધરતીકંપના વિશાળ આંચકાને કારણે ભારે વિનાશ સર્જાયો છે. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે તુર્કી અને સીરિયામાં ધરતી કંપની તીવ્રતા 7.8ની હતી. તુર્કીની સાથે સાથે સીરિયાના પણ મોટાભાગના શહેરોમાં વિશાળ ભૂકંપના આચકાઓ અનુભવવામાં આવ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોમાં ભારે જાનહાનિની સાથે સાથે કુદરતી વિનાશ સર્જાયો છે.
તમને જણાવી દઈએ કે તુર્કીમાં ભારતના સમયને આધારે સોમવારે બપોરે 4.15 વાગ્યાની આસપાસ આ વિશાળ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. જેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર સુધીની માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તુર્કીના ગાઝિયાંટેપ જે સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં નોંધવામાં આવ્યું છે.
તુર્કી અને સીરિયામાં આ એક મોટા આંચકા બાદ થોડા સમય પછી ફરી એકવાર મોટો આંચકો અનુભવવામાં આવ્યો હતો. જેની તીવ્રતા 7.6 ની હતી. આ બીજો મોટો આંચકો લગભગ પાંચ વાગ્યા ની આસપાસ અનુભવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મોટા ભૂકંપથી અત્યાર સુધીમાં 1300 લોકોથી પણ વધુના મોત થઈ ચૂક્યા છે.
હજુ પણ શોધખોળ શરૂ છે અને અત્યાર સુધીમાં 5,380 લોકો ઘાયલ થયા છે. તો તુર્કી અને સીરિયામાં થઈને અત્યાર સુધીમાં 2818 મોટી ઇમારતો ધરાશઇ થઈ છે. અત્યાર સુધીમાં તુર્કીની રેસક્યૂ ટીમે 2470 થી પણ વધુ લોકોના જીવ બચાવી લીધા છે. તુર્કી પર આવી પડેલ કુદરતી આપત્તિને ધ્યાનમાં લઈને ભારત પણ તેની મદદ ગયું છે.
ભારત તરફથી બે મોટી NDRF ટીમો સાથે તાત્કાલિક તુર્કી ખાતે મોકલવામાં આવી છે. આ સમગ્ર દુર્ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર આ ધરતીકંપના વિશાળ આંચકાના દિલ ધડક વિડીયો વાયરલ થયા છે. વાયરલ થઈ રહેલ અનેક વીડિયોમાં ધરતી કંપની વિનાશની તસવીરો સામે આવી રહી છે. જુઓ વિડિયો.