અંબાલાલ પટેલનું દિવાળી સુધીનું અનુમાન, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, તા.14 થી 17 સુધીમાં રાજ્યના વાતાવરણમાં આવશે મોટા પાયે પલટો…
રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિધિ ગત રીતે વિદાય જાહેર કરી છે તેમ છતાં પણ હજુ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. હવામાનની નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા હળવાથી ભારે વરસાદી ઝાપટાને લઈને દિવાળી સુધીનું અનુમાન લગાવવામાં આવ્યું છે રાજ્યનું વાતાવરણ દિવાળી સુધી કેવું રહેશે તેને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે.
તેના કહેવા મુજબ 13 ઓક્ટોબર સુધીમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે તો આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી વેરાવળ ભાવનગર સહિતના વિસ્તારોમાં પવન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં ઉત્પન્ન થયેલ હવાના હળવા દબાણના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફારો થઈ શકે છે.
અંબાલાલ પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે દિવાળી સુધી વાતાવરણમાં ફેરફારો જોવા મળશે અને દિવાળીના દિવસોમાં પણ વાદળછાયા વાળુ અને ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે. 14 થી 17 ઓક્ટોબરની વચ્ચે અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ઈશાન દિશા માથી આવી રહેલ મોટું વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધામરોળશે આ સાથે જ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદ માટેનું યોગ્ય સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે એશિયા ખંડના કેટલાક દેશોની અસર, સમુદ્રના પ્રવાહની ગતિ વિવિધ બાબતો અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. પશ્ચિમી વિપક્ષોના કારણે દેશના ઉત્તરીય પર્વતોમાં વાદળો ઘેરાશે અને દિવાળીની આસપાસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.
19 નવેમ્બર આજુબાજુ દક્ષિણ ભારતમાં મારફાળ વાવાઝોડું સક્રિય થવાની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સક્રિય થતું આ વાવાઝોડું ગુજરાતને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે જેમાં વડોદરા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગાંધીનગર અરવલ્લી અમદાવાદ મહીસાગર સહિતના વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ના કારણે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પૂર ઝડપે ભારે પવન અને સામાન્ય વરસાદ વરસી શકે છે.