રાતના અંધારામાં આભ ફાટશે, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભયંકર વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી…
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગત અઠવાડિયાએ કમોસમી ભારે વરસાદ વરસ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. રાજ્યમાં ખેડૂતોને ભર ઉનાળે કમોસમી માવઠાનો માર વધી રહ્યો છે. ફરી એકવાર આગામી પાંચ દિવસ કમોસમી ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ખૂબ જ દુઃખદ અને સંકટ ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ 7 મે થી 11 મેની વચ્ચે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. આ સમય દરમિયાન પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની રહેશે.
અંબાલાલ પટેલે વધુ જણાવતા કહે છે કે આગાહી દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. અત્યારે નોર્મલ મહત્તમ તાપમાન 38°C આસપાસ જોવા મળી રહ્યું છે જે મહત્તમ નોર્મલ તાપમાનથી 2°C થી 3°C ઓછું છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું છે કે તારીખ 7 થી 11 મેની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે જાપટાઓની સાથે વાદળ ભર્યુ વાતાવરણ જોવા મળશે. આ દિવસો દરમિયાન ભર ઉનાળે બારે મેઘ ખાંગા થશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે કમોસમી માવઠા જોવા મળશે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી માવઠા થવાની મોટી શક્યતા છે. તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં પવન સાથે કમોસમી ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.