શિયાળાના આગમનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ વર્ષે કેવો રહશે શિયાળો…
ભારતમાં શિયાળાના આગમનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું હાલ વિદાય લઇ રહ્યું છે ત્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. અને આવતા દિવસોમાં હજુ પણ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવનાઓ છે. અંબાલાલ પટેલના નિવેદન અનુસાર ચોમાસુ જ્યારે વિદાય લઇ રહ્યું હોય છે ત્યારે લગભગ છેલ્લુ નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર હોય છે.
દિવાળી પછી આ નક્ષત્રની શરૂઆત થાય છે આ નક્ષત્રમાં કપાસનો પાક સંપૂર્ણ ત્યાર થતો હોય છે જો આ નક્ષત્રમાં કમોસમી વરસાદ પડે તો કપાસના રૂ ની ગુણવત્તા તેમજ તેના ફાલને ભારે પ્રમાણમાં નુકશાની થઇ શકે તેમ છે. સ્વાતિ નક્ષત્રના આગમનની સાથે જ શિયાળો લગભગ શરૂ થઈ જાય છે અને વહેલી સવારે તેમજ રાત્રીના મધ્યભાગમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. કેળના પાકમાં બરાસ કપૂર અને વાંસના પાકમાં વાંસ કપૂર સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડવાને કારણે ઉત્પન્ન થાય છે. જેના કારણે જીવ જંતુઓના મુખમાં ઝેરનું પ્રમાણ વધે છે અને તે પાકને મોટાપાયે નુકસાન કરે છે.
વધુમાં એવું પણ કહેવામાં આવે છે કે સ્વાતિ નક્ષત્રમાં કમોસમી વરસાદને કારણે દરિયામાં રહેલ સિપલામાં મોતી બનવાની શરૂઆત થાય છે. ભારતના અનેક વિસ્તારોમાં શિયાળાની રાબેતા મુજબ શરૂઆત થઈ ચૂકી છે. સ્વચ્છ ભૂર ઉત્તર અને ઈશાન માંથી આવતા પવનનોને મોટાભાગે શિયાળુ પવન તરીકે ઓળખવામાં આવે છે આ શિયાળુ પવન ઉભા પાકને ખૂબ જ વધુ પ્રમાણમાં ફાયદો કરાવી જાય છે. જેમ શિયાળો જલ્દી બેસી જાય તેમ કઠોળના પાકને ખૂબ જ વધુ પ્રમાણમાં ફાયદો થાય છે. શિયાળાના આગમનની સાથે જ ખેડૂતો રવિ પાકની શરૂઆત કરે છે અને વિવિધ રવિ પાકોની વાવણી કરે છે.
શિયાળાની સૌપ્રથમ શરૂઆત જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બરફી વિસ્તારોમાં જ્યારે હીમવર્ષા અને બરફવર્ષા થાય છે ત્યારે આ વર્ષાના ઠંડા પવનો સમગ્ર ભારતમાં પ્રસરે છે જેના કારણે સમગ્ર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. અને શિયાળાની શરુઆત થાય છે. આ ઠંડીનું મોજુ ઘણા બધા પાકોને ફાયદો કરાવે છે. શિયાળો જેમ જેમ લાંબો ચાલે છે તેમ પછી ઉનાળામાં વધુ પ્રમાણમાં ગરમી પડે છે જેના કારણે આવતા વર્ષનું ચોમાસુ ખૂબ જ સારું થાય છે.
આસો મહિનામાં થતા વરસાદ ઉભા પાક માટે ખૂબ જ નુકસાનકારક છે નવરાત્રી પછી આવતી શરદપૂનમના દિવસે આકાશ સ્વચ્છ હોય તો તે ઘણા પાક માટે ફાયદો કરાવે છે. શિયાળાના આગમનને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીમાં ભારતના ઉપરી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને બરફ વર્ષા થઇ શકે તેમ છે. જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનું મોજું આખા દેશમાં ફરી વળશે અને શિયાળાની કડકડતી ઠંડી પડશે.