ત્રણ દિવસના ઘટાડા બાદ ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં થયો વધારો જાણો નવા ભાવ…
વૈશ્વિક બજારોમાં છેલ્લા કેટલાક દિવસથી તંગીનો માહોલ જામેલો છે તેવામાં ભારતના સ્થાનિક બજારોમાં સોના ચાંદીની વધુ પડતી માંગના કારણે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ આ ઘટાડો હવે વધારામાં બદલાઈ ગયો છે આજ સવારથી જ એમસીએક્સ પર સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
સવારથી જ 10:30 વાગે એમસીએક્સ પર સોનું 0.05 ટકાના ઉછાળા સાથે ફરી એકવાર 51000 ની સપાટી વટાવી ગયું છે. તો એમસીએક્સ પર સોનાની કિંમત હાલ 50,929 રૂપિયા પ્રતિ ગ્રામ ચાલી રહી છે તો ચાંદીના ભાવની વિગતવાર વાત કરવામાં આવે તો સવારથી જ એમસીએક્સ પર 0.11% ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ 57,389 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ચાલી રહ્યો છે.
બજારમાં બે દિવસના સતત ઘટાડા બાદ સોનાએ પોતાની ફરી ચળકાટને ઝાંખી પાડી હોય એવું લાગી રહ્યું છે. આ વધારાની સાથે જ હજુ પણ સોનુ પોતાની રેકોર્ડ બ્રેક સપાટી કરતા નીચે ટ્રેડ થઈ રહ્યું છે જેના કારણે સોનું ખરીદતા લોકો માટે હજુ પણ આ દિવસો માં સોનું ખરીદવા માટે એક સારો મોકો ગણી શકાય. ગત ઓગસ્ટ 2022 ની વાત કરવામાં આવે તો એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 57,191 રૂપિયા હાઈએસ્ટ સપાટી પર રહ્યો હતો.
આજનો એમસીએક્સ પર સોનાનો ભાવ ₹50,929 પ્રતી 10 ગ્રામ લેખે ચાલી રહ્યો છે તે પરથી જાણી શકાય કે છે કે સોનુ પોતાની રેકોર્ડ બ્રેક સપાટીથી હજુ 6,262 રૂપિયા સસ્તુ ચાલી રહ્યું છે. ચાલો રાજ્યના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ વિશે વિગતવાર જાણીએ. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,800 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,050. વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,780 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,030.
સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹46,800 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,050 ચાલી રહ્યો છે તો આ સાથે જ મુંબઈમાં સોનાના ભાવ વિશે વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ ₹46,750 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,000 ચાલી રહ્યો છે. ધનતેરસ પર સોનાની ખરીદી કરવાવાળા લોકોએ અલગ અલગ શહેરોના સોનાના ભાવ પર વિશેષ નજર રાખવી જોઈએ.