એક મહિલા ડોક્ટરે પોતાના જીવથી પણ વહાલા દીકરાને મોતને ઘાટ ઉતારી પોતે કરી આત્મહત્યા કારણ છે કઈંક એવું કે તે જાણીને સાસરીવાળા પણ….
અત્યારના આ ઝડપી જમાનામાં નવજાત યુવાનો માં પોતાની સહનશક્તિ ખૂબ જ ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અમુક યુવાનો જીવનમાં નાની નાની મુશ્કેલીઓથી પરેશાન થઈને આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે જીવનમાં મુશ્કેલીતો આવતી જ હોય પરંતુ એને ધૈર્ય શાંતિ રાખીને તેનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ પરંતુ હાલના યુવાનો જીવનમાં આવતી કેટલીક મુશ્કેલીઓથી પરેશાન થઈને પોતાની જિંદગી ટૂંકાવી લેતા હોય છે આવી જ એક ઘટના હાલ સામે આવી રહી છે.
ભલભલા માણસોને રડાવી મૂકે તેવી ઘટના આંધ્ર પ્રદેશની અંદર આવેલા રાજમુદ્રીમાં સામે આવે છે એક મહિલા ડોક્ટર દ્વારા પોતાના નવજાત પોતાના જીવથી પણ વ્હાલા દીકરા સાથે રહેતી હતી પરંતુ કંઈક એવા કારણોસર આવા દીકરાને મોતને ઘાટ ઉતારીને સ્વયં આત્મહત્યા કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આ મહિલા ડોક્ટર અને તેનો દીકરો બંને પોતાના મામાને ઘર વસવાટ કરી રહ્યા હતા મહિલા પોતાના પિયરમાં રહેતી હતી આ મહિલા ચામડીની મોટી ડોક્ટર હતી અને તે એક મોટી હોસ્પિટલની અંદર કામ કરતી હતી.
આ મહિલા ડોક્ટરનું નામ લાવણીયા દોથાસ્મેટી હતું અને તેની ઉંમર આશરે 30 વર્ષ જેટલી હતી થોડા વર્ષો પહેલા તેણે તેલંગાણાના વારગલના રહેવાસી વંશીકૃષ્ણ સાથે વિધિક રીતે લગ્ન કર્યા હતા. મહિલા ડોક્ટર પોતાનું દાંપત્યજીવન સુખમય રીતે પસાર કરેલી હતી અને તેને ત્યારબાદ દીકરાનો જન્મ થયો હતો આ દીકરાનું નામ નિશાન હતું અને તેની ઉંમર આશરે સાત વર્ષ જેટલી હતી પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી પારિવારિક જીવનને લઈને ઝઘડાઓ થતા હતા. આ નાના ઝઘડાઓ મોટુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ પતિ પત્ની એકબીજાથી દૂર રહેવા મજબૂર થયા હતા.
આ દીકરો નિશાન તેની માતા સાથે પોતાના મામાના ઘરે રહેતો હતો બે મહિના પહેલા આ મહિલા ડોક્ટર પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. અમરેલા ડોક્ટર અને પોતાનો દીકરો પોતાના પિતાની કરે હોસ્પિટલમાં જોબ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા ત્યારબાદ તેના પતિ વંશી કૃષ્ણ દ્વારા છુટાછેડા તેની સાથે છૂટાછેડાની નોટિસ થોડા દિવસો પહેલા મળી હતી. આ નોટિસ મળતાની સાથે જ આ મહિલા ડોક્ટર ડિપ્રેશનનો શિકાર થઈ હતી.
આવી પડેલા મુશ્કેલીને કારણે તે ભારે ચિંતા અને ડિપ્રેશનમાં પસાર થઈ રહી હતી ત્યારે તેમના પિતા દ્વારા તેને અવારનવાર સમજાવવા છતાં તેના સાત વર્ષના દીકરાને ઊંઘની ગોળીઓ નાખેલું જ્યુસ પીવડાવી દીધું હતું અને ઊંઘની ગોળીઓનો ઓવર દોજ થતા તેના વાલ જેવા દીકરાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ માતાએ પણ વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈને ઓવરડોઝ લીધા બાદ બંને સવારે જાગ્યા ન હતા અને તેના પિતા દ્વારા સવારે જગાડતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તેના પિતા દ્વારા તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલમાં બંને મૃતક જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા વિગતવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના સાસરીયા વાળાઓમાં પણ ભારે ભાગદોડ મચી ગઈ હતી.