પોતાના પિતા વગરનો પુત્ર તેની માતા સાથે એકલો રહી ખૂબ દુઃખદ જીવન જીવી રહ્યો હતો ખજૂર ભાઈને જાણ થતા તે ભાઈ બનીને પહોંચ્યા પછી કર્યું એવું કે….
ખજૂર ભાઈનું નામ પડતાની સાથે જ લોકોમાં એક ખુશીની લાગણી છવાઈ જતી હોય છે તે આજે સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે પ્રખ્યાત થયા છે ખજૂર ભાઈ અત્યાર સુધીમાં અનેક ગરીબ મધ્યમ વર્ગના લોકો તો તેની સાથે જરૂરિયાત મંદ લોકોને ઘણી બધી સેવાઓ કરી છે ખજૂર ભાઈની આ માનવતાને સમગ્ર ગુજરાતને ગર્વ લઈ શકાય તેવી બાબત કહેવામાં આવે છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને પૂરની કુદરતી આફતના સમયે તેઓ સ્વયં આગળ આવીને અનેક એવા સત્કર્મો હાથ ધર્યા હતા ગુજરાતના અનેક જરૂરિયાતમંદ ગામોમાં 200થી પણ વધારે ઘર બનાવીને માનવતા મહેક આવી હતી. હજુ પણ તેમને ખરાબ પરિસ્થિતિમાં રહેતા લોકો વિશે જાણવા મળે તો તે તરત તેમની મુલાકાત લેવા પહોંચી જતા હોય છે અને તેના તમામ દુઃખો દૂર કરતા હોય છે.
ખજૂર ભાઈને આ વાત જાણવા મળે કે આ વિસ્તારમાં આ વ્યક્તિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ વાત જાણવા મળે તો તરત તેની મદદ કરવા પહોંચી જતા હોય છે તેવી જે ઘટના હાલમાં ખજૂર ભાઈ ને માંડવી તાલુકાના સરકુઇ ગામમાં રહેતા એક મહિલાની ખરાબ પરિસ્થિતિ વાળી વાત જાણવા મળી હતી જેને કારણે ત્યાં મદદ કરવા તરત પહોંચ્યા હતા.
ગામમાં નિર્મલાબેન નામના એક મહિલા કે જેમના પતિનું અકાળ મૃત્યુ થયું હતું. નિર્મલાબેન ને એક દીકરો પણ હતો પતિના મૃત્યુ થઈ ગયા પછી નિર્મળાબેન રાત દિવસ તનતોડ મહેનત કરીને 120 રૂપિયાની કમાણી કરતા હતા અને આ પૈસાની મદદથી તે પોતાના દીકરાને ભણાવી રહ્યા હતા તેમની આ સમગ્ર હાલતની ખબર પડતા ભાઈ બનીને ખજૂર ભાઈ તેમને મળવા પહોંચી આવ્યા હતા.
નિર્મલાબેનની આ સંકટ ભરી પરિસ્થિતિની સમગ્ર જાણકારી મેળવ્યા બાદ ખજૂર ભાઈએ તેમને એક નવું ઘર બનાવી આપવાનું વિચાર્યું હતું અને દીકરાને પણ અભ્યાસ માટે મદદ કરવાનું નક્કી કર્યું હતું, દીકરાને મોટા પોલીસ ઓફિસર બનવાનું એક સપનું હતું આ સપનું ખજૂર ભાઈ પૂરું કરશે તેવું આશ્વાસન પણ આપ્યું છે ખજૂર ભાઈ આ નિર્મલાબેન અને તેના દીકરા માટે ભાઈ બનીને આવ્યા હતા.