મોરબી હોનારતમાં ઝુલતો પુલ કઈ રીતે તૂટ્યો તેનો લાઇવ સીસીટીવી વીડિયો આવ્યો સામે, અધધ લોકો ટપોટપ પાણીમાં પડ્યા, આ ડરામણો વિડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે જુઓ વિડિયો…
મોરબીમાં રવિવારે સાંજના સમયે એક મોટી હોનારત થઈ હતી આ હોનારતમાં મોરબીમાં મચ્છુ નદી પર બનાવેલ ઝુલતો પુલ અચાનક તૂટી પડતા 500થી વધુ લોકો પાણીમાં ખાબકીયા હતા જેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે આ સમગ્ર બ્રિજ અકસ્માતનો સીસીટીવી વિડીયો હાલ સામે આવી રહ્યો છે. આ પુલ તૂટ્યો ત્યારે પુલ ઉપર આશરે 500 થી 600 જેટલા મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
મોરબીમાં બનેલા આ હોનારત નો લાઇવ પુલ તૂટવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે કેટલાક લોકો બ્રિજ પર સેલ્ફી અને મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. તો કેટલાક અસામાજિક તત્વો પુલને નુકસાન પહોંચાડી રહ્યા છે મચ્છુ નદી પર આવેલ આ પુલ અચાનક તૂટી પડતા સેકન્ડો ની અંદર 500 થી વધારે લોકો નદીના વહેતા પાણીમાં ખાબક્યા હતા.
પુલ તુટતા અમુક જ સેકન્ડોમાં ધડામ કરતો સમગ્ર પુલ પાણીમાં ખાબક્યો હતો જેને કારણે મોટી માત્રામાં મહિલાઓ અને બાળકો ના મૃત્યુ થયા છે તો આ સાથે જ પુલ તૂટતા કેટલાક લોકો જેમને તરતા આવડતું હતું તે તરીને નદીના કાંઠે પહોંચ્યા હતા તો કેટલાક લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તો વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે કેટલાક લોકો પુલ તુટતા પુલના બાકીના ભાગ અને દોરડા પર લટકતા નજરે પડી રહ્યા છે
આ પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં હાલ 141 લોકોના મોતની પરખ હતી પરંતુ હાલ મૃત્યુ આંક 190 પર પહોંચી ગયો છે હજુ પણ કેટલાક લોકો લાપતા છે જેને બચાવ કરવાની કામગીરી 15 કલાકથી ચાલી રહી છે. આ બચાવ કામગીરીમાં આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફની ટીમો, ફાયર બ્રિગેડ, એસડીઆરએફની અનેક ટીમો કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 177 થી પણ વધારે લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જુઓ આ સમગ્ર ઘટનાનો લાઇવ સીસીટીવી વીડિયો :-
પુલનું સમગ્ર હેન્ડલિંગ કરતી કંપની પર દોષિત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક હાઇ કમિટીની મોટી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે આ પુલનું નિર્માણ કરતી કંપની ઉપર હાલ કલમ 304, 308 અને 114 હેઠળ ફોજદારી કેસ લગાવવામાં આવ્યો છે આ સમગ્ર પુલ તૂટવાનો સીસીટીવીનો લાઇવ વિડિયો સામે આવ્યો છે.