બંગાળની ખાડીમાં ચક્રવાતનું મોટું દબાણ થયું સક્રિય, આવતા અઠવાડિયાથી આ વિસ્તારોમાં વરસાદ સાથે કડકડતી ઠંડી પડવાની ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી…
સમગ્ર દેશમાંથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. દેશના ઉપરી વિસ્તારોમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે પરંતુ દક્ષિણ વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લું અને તડકા છાયા વાળું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટા ચક્રવાતને લઈને સક્રિય દબાણ ઉત્પન્ન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હવે પાછળની તરફ ખેંચાઈ રહ્યું છે જેની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે
જેને કારણે આવતા અઠવાડિયાથી દેશના ઘણા બધા રાજ્યોમાંથી સંપૂર્ણ રીતે ચોમાસું વિદાય રહેશે અને શિયાળાનું ધીમે ધીમે આગમન થતું જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મીડિયા ને જણાવવામાં આવ્યું છે કે ચોમાસાની વિદાય રેખા બિહારના રક્સૌલ, ઝારખંડના ડાલ્ટન ગંજ મધ્યપ્રદેશના છિંદવાડા મહારાષ્ટ્રના જલગાવ માંથી પસાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસોમાં ઝારખંડમાં ચોમાસાના અંતિમ તબક્કાનો ભારે વરસાદ વરસી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં નીચલા ટ્રોપોસ્ફિયરમાં એક નવું સક્રિય તીવ્ર દબાણનું કેન્દ્ર ઉત્પન્ન થઈ રહ્યું છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં પણ કર્ણાટકના કોણાર્ક કિનારે નિમ્ન ટ્રોપોસ્ફિયરમાં એક ભારે તીવ્ર કેન્દ્ર સક્રિય થયું છે આ બંને સક્રિય કેન્દ્રના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા અઠવાડિયામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધીમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બંગાળના ગંગાના મેદાનો, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, સિક્કિમ, અંદમાન નિકોબાર ટાપુ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આપી છે તો આ સાથે હવામાન વિભાગ દ્વારા કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, સહિતના ઘણા બધા જિલ્લાઓમાં ઠંડીની તીવ્રતામાં ભારે વધારો થઈ શકે છે.