દિવાળી પહેલા કપાસના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં કપાસના આજના નવા ભાવ…
તહેવારોના દિવસોમાં જ કપાસની હરાજી પર ખરાબ અસર પડી હોય એવું લાગી રહ્યું છે. કમોસમી ભારે વરસાદ અને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાની થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેને કારણે હાલ કપાસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આ લેખમાં સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટયાર્ડઓમાં કપાસના નવા ભાવ વિશે વાત કરીશું.
કપાસના આજના બજાર ભાવની વિગતવાર વાત કરીએ તો ગઈકાલે 14/ 10/ 2022 ને શુક્રવારના રોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટયાર્ડમાં 22,500 મણ કપાસની હરાજી થઈ હતી. આ તમામ કપાસનો ભાવ પ્રતિ મણ રૂપિયા 1614 થી 1740 ની વચ્ચે બોલવામાં આવ્યો હતો જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 10000 મણ કપાસની હરાજી કરવામાં આવી હતી અને ત્યારે પ્રતિ મોણ કપાસનો ભાવ 1550 થી 1741 સુધી બોલવામાં આવ્યો હતો.
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના આજના વિગતવાર વાત કરીએ તો આજે 1480 થી 1861 સુધીના ભાવ બોલવામાં આવ્યા છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડમાં 1120 થી 1789 સુધી નીચા ભાવ બોલવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આજે કપાસના સૌથી નીચા ભાવ માર્કેટ યાર્ડમાં બોલવામાં આવી રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં હાલ નિરાશા જોવા મળી રહી છે.
હળવદ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ગઈકાલે 32, 893 કપાસની હરાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ 1570 થી 1732 સુધી લગાવવામાં આવ્યો હતો. તો આ સાથે જામજોધપુર માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો ત્યાં કપાસનો ભાવ આજે 1400 થી 1751 સુધી નીચા ભાવ સાથે માર્કેટયાર્ડ ખુલ્યું હતું.
બાબરા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો નવો ભાવ 1560 થી 1780 સુધીનો છે અને આજે કપાસનો સૌથી ઊંચા ભાવની વિગતવાર વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટમાં સૌથી વધારે ઊંચો ભાવ 1861 રૂપિયા બોલવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અમુક હેક્ટરોમાં કપાસને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી હાલ કપાસની લેવાલીમાં થોડી મંદિ જોવા મળી રહી છે.