આવી રહ્યું છે મોટું ચક્રવાત, વરસાદની વિદાય વચ્ચે આ વિસ્તારોમાં ભારે પવન સાથે જળબંબાકાર સર્જે તેવા વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી…
રાજ્યમાંથી હવે ચોમાસુ ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ વિદાય વેળાની ઘડીએ એક પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિનું પ્રમાણ વધી શકે છે તો આ સાથે જ અમુક ભાગોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
28 થી 2 ઓક્ટોબરથી સુધીમાં બંગાળની ખાડીમાં ચક્રવાત અને ભારે હવાનું દબાણ ઉત્પન્ન થવાની ભીતી દેખાઈ રહી છે તો આ સાથે જ ઓક્ટોબર મહિનામાં અનેક વિશાળ વાવાઝોડા અત્યાર સુધીમાં આવ્યા છે જેમાં ઇસ. 1991, 1999 ની સાલમાં ભારતમાં ઓક્ટોબર મહિનામાં સૌથી મોટા વાવાઝોડાઓ સક્રિય થયા હતા અને જેને કારણે ભારે તારાજી સર્જાઇ હતી પરંતુ આ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં દક્ષિણ ચીન મહાસાગર તરફથી આવતું એક મોટું ચક્કર વાતનું હળવું દબાણ જેમાંથી મોટું ચક્રવાત સર્જવાની શક્યતા છે જેના કારણે દેશના વાતાવરણમાં મોટા પાયે પલટો લાવી શકે છે આ ચક્રવાત બે ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં સક્રિય થશે અને દક્ષિણ ભારતની સાથે ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરલ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ભારે નુકસાની સર્જાવાની સંભાવના છે.
તો આ સાથે જ ગુજરાત રાજ્યમાં હાલ અરબી સમુદ્રમાંથી આવેલ હવાનું હળવું દબાણને કારણે આજથી રાજ્યના વાતાવરણમાં વરસાદી ગતિવિધિ શરૂ થશે 2 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વધુમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશાળ કાય મોજા ઉછળી રહ્યા છે અને હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર સર્જે તેવા ભારે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારો ને માછીમારી ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે તો આ સાથે જ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે.