હાર બાદ ફાટી નીકળ્યો વિરાટ કોહલીનો ગુસ્સો, આ સ્ટાર ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું સૌથી મોટું કારણ…
IPL 2023ની 36મી મેચ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં કોલકત્તાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને કારમી હાર આપી હતી. હારબાદ કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુસ્સે ભરાયો હતો અને આ સ્ટાર ખેલાડીને જાહેરમાં હારનું સૌથી મોટું કારણ ગણાવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ મેદાનમાં ઘણી ભૂલો કરતી જોવા મળી હતી. ઘણી ભૂલોને કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સને આ મેચ જીતવામાં ખૂબ જ સરળતા રહી હતી. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કોલકાતાને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.
જેસલ રોયે આ મેચ દરમિયાન કોલકાતા માટે 56 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. બેંગ્લોરની ટીમ આ બેટ્સમેનને આઉટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળી હતી. તેને બે વખત મેદાનમાં જીવનદાન મળ્યું હતું. કોલકત્તાની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 201 રનનો મોટો લક્ષ આપ્યો હતો. પરંતુ આ લક્ષ્ય પૂર્ણ કરવામાં બેંગ્લોરની ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળી હતી.
હાર બાદ વિરાટ કોહલીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને આ સ્ટાર ખેલાડીને જાહેરમાં હારનું સૌથી મોટું કારણ ગણાવ્યો છે. ચાલો જાણીએ તે કોણ છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હર્ષલ પટેલને હારનું સૌથી મોટું કારણ ગણાવ્યો છે. તેણે આ મેચ દરમિયાન બોલિંગમાં કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી.
આ મેચ દરમિયાન હર્ષલ પટેલે ચાર ઓવરમાં 11ના ઇકોનોમિક રેટથી 44 રન આપ્યા હતા. ટીમને જ્યારે વિકેટની જરૂરિયાત હતી. ત્યારે તે વિકેટ અપાવી શક્યો નહીં અને સતત રન આપતો જોવા મળ્યો હતો. જેને કારણે કોલકાતાએ RCB સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ફિલ્ડિંગમાં પણ ઘણી ભૂલો કરી હતી. જેને કારણે RCBને કારમી હાર મળી છે.