દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ સ્ટાર ખેલાડી કરશે IPL 2023માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ…
IPL 2013ની શાનદાર શરૂઆત 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. આઈપીએલની તમામ ટીમો હાલ તેની પૂર્વ તૈયારી કરતી નજરે પડી રહી છે. તેવામાં દિગ્ગજ ક્રિકેટરે ગુજરાત ટાઇટન્સની ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેને કારણે હાહાકાર મચી ગયો છે. તેને કહ્યું છે કે વર્ષ 2023ની IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ યુવા સ્ટાર ખેલાડી કરશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શાનદાર શરૂઆતની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થવાની છે. હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સિઝન 2022માં જ IPLનો કિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ હવે વર્ષ 2023માં પણ ગુજરાત ટાઇટન્સ વિજેતા બનવા કંઈ પણ કરવા માટે તૈયાર છે.
પહેલા જ વર્ષે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને વિજેતા બનાવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ગત વર્ષે ગુજરાત ટાઇટન્સે ગ્રુપ સ્ટેજમાં 14 માંથી 10 મેચો જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ પ્લે ઓફમાં મોટી જગ્યા બનાવી હતી. ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. આ દરમિયાન હવે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન કોણ હશે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ કોણ બનશે કેપ્ટન…
ગુજરાત ટાઇટન્સનો હેડ કોચ આશિષ નેહરા ગુજરાતને વર્ષ 2023નો ખિતાબ જીતાડવા માટે ટીમમાં કંઈ પણ કરવા માટે તૈયાર છે. ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડાયરેક્ટરના નિવેદનથી સૌની સામે એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે. આ વખતે ટીમની કેપ્ટનશીપ કોણ કરશે.
ટીમના ક્રિકેટ ડાયરેક્ટરે નિવેદનમાં કહ્યું છે કે હાર્દિક પંડ્યા નહીં પરંતુ શુભમન ગીલના ખૂબ જ વખાણ કર્યા હતા. અને તેને ભવિષ્યનો ભાવિ કેપ્ટન પણ ગણાવ્યો છે. તેણે કહ્યું છે કે શુભમન ગીલ કેપ્ટન બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને T20 ફોર્મેટમાં ઘણો અનુભવ પણ છે. તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બની શકે છે. આ મોટા નિવેદનથી હવે આ વર્ષે કેપ્ટનશીપ કોણ કરશે તે પ્રથમ મેચમાં નક્કી થશે.