રોહિત શર્માએ પ્રથમ મેચ માટે મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત પ્લેઈંગ 11 કરી નક્કી, જાણો કોને આપ્યું સ્થાન….
IPL 2023ની શાનદાર શરૂઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવાની છે. IPLની 16મી સીઝનની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નઇ વચ્ચે રમવાની છે. પરંતુ 2 એપ્રિલના રોજ પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાવાની છે. મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખેલાડીઓ હાલ મુંબઈ ખાતે આવી પહોંચ્યા છે.
અને પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં યોજવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની મજબૂત પ્લેઈંગ 11ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે જસપ્રિત બુમરાહની ફિટનેસને લઈને પણ મોટા સંકેતો આપ્યા છે. તેણે કહ્યું છે કે તે IPL 2023માં રમતો જોવા મળશે નહીં. ચાલો મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ 11 પર એક નજર કરીએ.
મુંબઇ ઇન્ડિયન્સના પ્રથમ ઓપનિંગ બેટ્સમેન વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન પ્રથમ ઓપનિંગ કરતા જોવા મળશે. આ ઓપનિંગ જોડી વિરોધી ટીમ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારબાદ નંબર 3 પર દક્ષિણ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડીવાલ્ડ બ્રેવિસ બેટિંગ કરતો જોવા મળશે છે. જેને બેબી એબી ડી વિલિયર્સ તરીકે ઓળખવામાં આવે છે.
મીડલ ઓર્ડરની વાત કરવામાં આવે તો નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર 360 ડિગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ રોહિત શર્મા તિલક વર્માને નંબર 5 પર બેટિંગ કરવા માટે ઉતારી શકે છે. ઓલ રાઉન્ડરની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બેટ્સમેન કેમરોન ગ્રીન નંબર 6 પર બેટિંગની સાથે બોલિંગમાં પણ ધૂમ મચાવતો જોવા મળશે.
ત્યારબાદ નંબર 7 પર અર્જુન તેંડુલકરને આ વર્ષે રોહિત શર્મા મોટી તક આપી શકે છે. અર્જુન તેંડુલકર ઓલ રાઉન્ડર તરીકે બેટ અને બોલ બંનેમાં મેચને પલટાવવામાં સફળ સાબિત થઈ શકે છે. ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સની બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો સ્પીન બોલિંગ તરીકે પિયુષ ચાવલા અને શમ્સ મુલાની સ્પીન બોલીને મોટી જવાબદારી સંભાળતા જોવા મળશે. અને ફાસ્ટ બોલર તરીકે જોફ્રા આર્ચર અને જેસન બેહરનડોર્ફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા આ મજબૂત પ્લેઈંગ 11 સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ધૂમ મચાવતો જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવન :- રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, શમ્સ મુલાની, જેસન બેહરનડોર્ફ