રોહિત શર્માએ આ યુવા ખેલાડીને ગણાવ્યો ભારતીય ક્રિકેટનું ભવિષ્ય, એક ઝાટકે કાપશે શુભમન ગીલનું પત્તું…
IPL 2023ની 16મી સીઝન ખૂબ જ જોરદાર અંદાજમાં ચાલી રહી છે. તેવામાં ગઈકાલે રવિવારે આ 16મી સિઝનની 42ની મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે આ મેચને 6 વિકેટે પોતાના નામે કરી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2023માં ફરી કમ બેક કરતી જોવા મળી રહી છે.
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રાજસ્થાનનો સ્ટાર કેપ્ટન સંજુ સેમસંને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 19.3 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ આ સ્ટાર ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા હતા.
મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાનનો આ યુવા બેટ્સમેન ભારતીય ટીમનું ભવિષ્ય માની શકાય છે અને આવતા સમયમાં ભારતીય ટીમમાં તે આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેની આ ઘાતક બેટિંગથી સૌ કોઈને પ્રભાવિત કરી ચૂક્યો છે. ચાલો જાણીએ આ યુવા સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાનના સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વિશે ઘણી વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે આ સ્ટાર ખેલાડી આગામી સમયમાં ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમા તેણે 16 ફોર અને 8 મોટી સિક્સર ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. તેના આ પ્રદર્શનને કારણે તે આગામી સમયમાં ભારતીય ટીમમાં મોટું સ્થાન પ્રાપ્ત કરશે અને તેણે એમ પણ દાવો કર્યો છે કે તે શુભમન ગીલનું પત્તું પણ કાપી શકે છે. ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે તે હાલ તનતોડ મહેનત કરતો જોવા મળી રહ્યો છે.