RCBને લાગ્યો મોટો આંચકો, 145 Kmphની ગતિવાળો આ વિસ્ફોટક બોલર અચાનક કોહલીનો સાથ છોડી ભાગ્યો પોતાના દેશ….
લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈકાલે IPL 2023ની 16મી સીઝનની 43મી મેચ રમાઈ હતી. આ મેચને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. બેંગ્લોર અને લખનઉ વચ્ચેની આ મેચ રોમાંચિત અને ભારે કટોકટી ભરી જોવા મળી હતી. પરંતુ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક મોટો ઝટકો લાગ્યો છે.
બેંગ્લોરનો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો આ સ્ટાર બોલર અચાનક જ કેપ્ટન વિરાટ કોહલીનો સાથ છોડીને પોતાના દેશ ભાગ્યો છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બેંગ્લોરના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીએ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉ સુપર જાયન્ટ્સને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી.
લખનઉની ઘાતક બોલીંગ સામે બેંગ્લોરે 9 વિકેટ ગુમાવીને ફક્ત 126 રન બનાવ્યા હતા. ત્યારબાદ લખનઉની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. પરંતુ 108 રનમાં સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. મેચમાં વિજય મેળવવા છતાં RCBને આ ખેલાડીનો સાથ છૂટતા મોટો ઝટકો લાગ્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે IPL 2023ની આ સીઝન દરમિયાન ઘણા બધા ખેલાડીઓ ઈચ્છાગ્રસ્ત થયા છે. તેવામાં ગઈકાલે રમાયેલ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો સ્ટાર ફાસ્ટ બોલર ડેવિડ વિલ ઇજાગ્રસ્ત થયો છે.
ગંભીર ઈજાને કારણે ડેવિડ મીલ વિરાટ કોહલીનો સાથ છોડીને ઇજાની સારવાર કરાવવા માટે પોતાના દેશ પહોંચ્યો છે. રોયલ ચેલેન્જર્સ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે. વર્ષ 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ડેવિડ વિલીને બે કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેની ગંભીર ઈજાને કારણે હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બે કરોડનું મોટું નુકસાન જોવા મળ્યું છે.