રશીદ ખાને કહ્યું- જો આ ઘાતક ખેલાડીનો સાથ ન મળ્યો હોત તો અમે મેચ હારી જાત…

IPLની 16મી સીઝનની જોરદાર શરૂઆત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેની પ્રથમ મેચથી થઈ છે. આ મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને પાંચ વિકેટે કારમી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન શીપ હેઠળ ફરી એક વાર ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં પોતાનો દબદબો બનાવ્યો છે.

આઈપીએલની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નાઈ સુપરકિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જેમાં ઋતુરાજ ગાયકવાડે 92 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. પરંતુ ઋતુરાજ ગાયકવાડની આ મોટી ઇનિગ્સ ચેન્નાઇને જીત તપાવી શકી નહીં.

બેટિંગ કરવા માટે ઉતરેલ ગુજરાત ટાઇટન્સની ટીમે છેલ્લી ઓવરમાં રાશીદ ખાન અને રાહુલ તેવડીયાની જોડીએ ગુજરાત ટાઇટન્સને ઐતિહાસિક અપાવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રશીદ ખાનને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણા નિવેદનો આપ્યા છે. આ મેચ દરમિયાન રશીદ ખાને બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.

રશીદ ખાને પ્રથમ બોલિંગમાં ચાર ઓવરમાં ફક્ત 26 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગમાં પણ રશીદ ખાને છેલ્લે ત્રણ બોલમાં 10 રન ફટકારીને ગુજરાત ટાઇટન્સને ઐતિહાસિક જીત અપાવી હતી. જેને કારણે રશીદ ખાનને આ મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ રશીદ ખાનને મીડિયા સામે જણાવ્યું હતું કે જો આ ખેલાડીનો સાથ ન મળ્યો હોત તો અમે મેચ હારી જાત. ચાલો જાણીએ આ સ્ટાર પ્લેયર કોણ છે.

મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રાશિદ ખાને રાહુલ તેવડીયાના ખૂબ જ વખાણ કર્યા હતા. રાહુલ તેવટીયાએ 20 મી ઓવરના પ્રથમ બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને ગુજરાત ટાઇટન્સને જોરદાર જીત અપાવી હતી. રશીદ ખાને કહ્યું છેલ્લી ઘડીએ રાહુલ તેવટીયાએ મારો સાથ આપ્યો હતો. જેને કારણે હું ત્રણ બોલમાં 10 રન ફટકારી શક્યો. રાહુલનો સાથ મળવાને કારણે અમને જીત મળી. જો તેનો સાથ ન મળ્યો હોત તો અમે આ મેચ હારી જાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *