ગુજરાત ટાઇટન્સને હવે IPL 2023 જીતવું મૂશ્કેલ, લીગ શરૂ થાય તે પહેલા જ આ ઘાતક ખેલાડી થયો બહાર…
IPL 2023 ની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં જ કેરલના કોચી ખાતે આઇપીએલ 2023 નું મીની ઓકશન રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે 31 માર્ચથી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 16મી સિઝનની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. આ મેચ શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે.
IPL 2023 ની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમે વર્ષ 2022માં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું અને પોતાની પ્રથમ સિઝનમાં IPL 2022ની ટ્રોફી પોતાના નામે કરી હતી. પરંતુ હવે IPL 2023 ની ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહેશે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સ્ટાર ખેલાડીએ અચાનક જ હાર્દિક પંડ્યાનો સાથ છોડ્યો છે.
ગુજરાતી ટાઇટન્સની ટીમે તાજેતરમાં જ યોજવામાં આવેલ મીની ઓકશનમાં આ સ્ટાર ખેલાડીને કરોડો રૂપિયા આપીને ખરીદી કરી હતી પરંતુ અચાનક જ તે IPL ની શરૂઆતની મેચો માંથી બહાર થયો છે. ગુજરાત માટે આ સ્ટાર ખેલાડી ખૂબ જ અગત્યનો છે પરંતુ અચાનક જ તેણે ગુજરાત ટાઇટન્સનો સાથ છોડતા ટીમ નબળી સ્થિતિમાં જોવા મળી રહી છે. ચાલો જાણીએ સ્ટાર ખેલાડી કોણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સાઉથ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર IPLની શરૂઆતની ઘણી મહત્વની મેચોમાં રમતો જોવા મળશે નહીં. સોશિયલ મીડિયાના માધ્યમથી તેણે આ મહત્વની જાણકારી ગુજરાત ટાઇટન્સને આપી છે. ગુજરાતની ટીમ માટે ડેવિડ મિલર ખૂબ જ મહત્વનો બેટ્સમેન સાબિત થયો છે.
તમને જણાવી દઈએ કે 31 માર્ચ થી 2 એપ્રિલના રોજ સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે બે મેચોની વન-ડે સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તે IPLની શરૂઆતની મેચોમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં રમતો જોવા મળશે નહીં. જેને કારણે ટીમને મોટું નુકસાન થઈ શકે છે અને શરૂઆતની મેચ હારવાનું જોખમ પણ વધી ગયું છે.