GT, MI કે CSK નહીં પરંતુ આ ઘાતક ટીમ જીતશે IPL 2023ની ટ્રોફી થઈ મોટી ભવિષ્યવાણી…
IPL 2023ની શાનદાર શરૂઆત 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. IPL 2023ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે તેની આતુરતાનો અંત આવ્યો છે. IPL 2023ની પ્રથમ મેચ બે મજબૂત ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમવાની છે. આઈપીએલની આ 16 મી સીઝનમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. દરેક ટીમો હાલ IPL 2023ની પૂર્વ તૈયારીઓ કરતી નજરે પડી રહી છે.
IPL 2023 માટેની હરાજી તાજેતરમાં જ કેરલના કોચી ખાતે થઈ હતી. ત્યારબાદ IPLનું સમગ્ર શીડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે 31 માર્ચથી તેની શાનદાર શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ IPL 2023ની શરૂઆત થાય તે પહેલા જ એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. વર્ષ 2023ની ટ્રોફી ગુજરાત ટાઇટન્સ, મુંબઇ ઇન્ડિયન્સ કે ચેન્નઈ સુપર કિંગ્સ નહીં પરંતુ આ વિસ્ફોટક ટીમ પોતાના નામે કરશે.
આઈપીએલની હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાને ટીમને મજબૂત બનાવવાના પુરા પ્રયાસો કર્યા છે. આવી સ્થિતિમાં હવે આ વર્ષે કઈ ટીમ IPLનો કિતાબ પોતાના નામે કરશે. તેને લઈને હાલ મોટી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ મોટા ક્રિકેટ રસીકો અને દિગ્ગજ ક્રિકેટરોએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું છે કે આ ટીમ જ IPL 2023નો કિતાબ પોતાના નામે કરશે. ચાલો જાણીએ આ ટીમ વિશે..
તમને જણાવી દઈએ કે વર્ષ 2022નો IPLનો કિતાબ ગુજરાત ટાઇટન્સે જીત્યો હતો. ગુજરાત ટાઇટલ્સની આ પ્રથમ સીઝન હતી. હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. પરંતુ આ વર્ષે કરવામાં આવેલ ભવિષ્યવાણી અનુસાર રાજસ્થાન રોયલ્સની ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે. અને તે જ IPL 2023નો કિતાબ પોતાના નામે કરશે.
સંજુ સેમસંગની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સની ટીમ ગત વર્ષે ફાઇનલ સુધી પહોંચી હતી. આ વર્ષે પણ તે ફાઇનલ સુધી પહોંચીને 2023નો કપ પોતાના નામે કરી શકે છે. રાજસ્થાનની ટીમમાં રાજસ્થાનની ટીમમાં શિમરોન હેટમાયર, જોસ બટલર, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, જેસન હોલ્ડર અને ઓબેડ મેકકોય જેવા વિદેશમાં ગેમ ચેન્જર્સ ખેલાડીઓ રહેલા છે. જ્યારે યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન જેવા ભારતીય ખેલાડીઓ પણ છે.