ગીલ કે સાહાને નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડીને હાર્દિક પંડ્યાએ ગણાવ્યો જીતનો અસલી હીરો…..

IPL 2023ની 16મી સીઝનની 51 મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયંટ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાય હતી. જેમાં ગુજરાત ટાઇટન્સની ટીમે લખનવ સુપર જાયન્ટ્સને 56 રને કારમી હાર આપી હતી. ગુજરાતની ટીમે શાનદાર વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં 16 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ ગીલ કે સાહાને નહિ પરંતુ આ વિસ્ફોટક ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો છે.

ગુજરાત અને લખનઉની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો લખનઉનો સ્ટાર કેપ્ટન કુણાલ પંડ્યાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાત ટાઇટન્સની ટીમને તેના જ હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરીને બે વિકેટે 227 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર બનાવવામાં શુભમન ગીલ અને રિદ્ધિમાન સાહાએ મોટું યોગદાન આપ્યું હતું.

ત્યારબાદ લખનૌની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ તે 7 વિકેટે ફક્ત 171 રન બનાવી શકી હતી. જેને કારણે 56 રને લખનઉને કારમી હાર મળી હતી. આ મેચ દરમિયાન ગુજરાતની ઓપનિંગ જોડીએ ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું. જેમાં શુભમન ગિલે 51 બોલમાં 94 રન અને રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 84 રન ફટકાર્યા હતા. આ જોરદાર પ્રદર્શન બતાવવા છતાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ સ્ટાર ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સનો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતનો ફાસ્ટ બોલર મોહિત શર્માના ખૂબ જ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે મોહિત શર્માની ઘાતક બોલિંગને કારણે ગુજરાત ટાઇટન્સને શાનદાર જીત મળી છે. આ મેચ દરમિયાન મોહિત શર્માએ 4 ઓવરમાં 7.25ના ઇકોનોમિક રેટથી ફક્ત 29 રન આપ્યા હતા અને ચાર મહત્વની વિકેટો છટકાવી હતી.

લખનઉ સુપર જાયન્ટસની સ્ટાર્ટિંગમાં બેટિંગ ખૂબ જ જોરદાર રહી હતી. ગુજરાત ટાઇટન્સના તમામ બોલરો લખનઉના બેટ્સમેનો સામે નિષ્ફળ જોવા મળ્યા હતા. ત્યારે મોહિત શર્માએ ગુજરાતને ચાર મહત્વની વિકેટો છટકાવીને તેને જીત અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. જેને કારણે હાર્દિક પંડ્યાએ ગીલ કે સાહાને નહીં પરંતુ મોહિત શર્માને જીતનો અસલી હીરો ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *