મુંબઈની જીત પાક્કી, રોહિતને મળ્યો પોલાર્ડ જેવો ખતરનાક બેટ્સમેન, 14 બોલમાં 45 રન ફટકારી મચાવી તબાહી….

IPL 2023ની 16મી સિઝનની 42 મેચ ગઈકાલે રવિવારના રોજ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે આ મેચને 6 વિકેટે પોતાના નામ કરી હતી. આ મેચ જીતતાની સાથે જ મુંબઈએ ફરી એકવાર IPL 2023માં કમ બેક કર્યું છે. આ મેચ દરમિયાન રોહિત શર્માને પોલાર્ડથી પણ વધુ ઘાતક બેટ્સમેન મળ્યો છે. જે આગામી સમયમાં મુંબઇ ઇન્ડિયન્સને IPL 2023ની ટ્રોફી જીતાડી શકે છે.

મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રાજસ્થાનનો સ્ટાર કેપ્ટન સંજુ સેમસંને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને મુંબઇ ઇન્ડિયન્સને તેના જ હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ બોલિંગ માટે મેદાને ઉતારી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમન આ સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.

મુંબઈની ટીમે આ મોટા સ્કોરને 19.3 ઓવરમાં પૂર્ણ કર્યો હતો અને શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. મુંબઈની ટીમે આ મેચને રાજસ્થાન રોયલના હાથમાંથી છીનવી લીધી હતી. આ મેચ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેનોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. જેમાં આ સ્ટાર બેટ્સમેને 14 બોલમાં 45 રન ફટકારીને સંપૂર્ણ મેચને પોતાના નામે કરી હતી. આ સ્ટાર ખેલાડીએ મુંબઈની ટીમ માટે પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની કમી પૂર્ણ કરી હતી. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન રોહિત શર્માને પોલાર્ડથી પણ વધુ ખતરનાક બેટ્સમેન મળ્યો છે. આ સ્ટાર ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ ટિમ ડેવિડ છે. આ મેચ દરમિયાન ટીમ ડેવિડે 14 બોલમાં 45 કર્યા હતા. જેમાં 2 ફોર અને 5 સિક્સનો સમાવેશ થાય છે. ટિમ ડેવિડે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગમાં નવી શક્તિ ઉમેરી છે. જેના કારણે IPL 2023માં મુંબઇ ઇન્ડિયન્સની જીત ચોખ્ખી દેખાઈ રહી છે.

મુંબઇ ઇન્ડિયન્સને આ મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી. આ દરમિયાન પીચ ઉપર ટીમ ડેવિડ બેટિંગ કરી રહ્યો હતો. ટીમ ડેવિડે 19મી ઓવરમાં 15 રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. ત્યારબાદ છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. પરંતુ ડેવિડે પ્રથમ ત્રણેય બોલમાં ત્રણ લાંબી સિક્સર ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સની ઐતિહાસિક જીત અપાવી હતી. તેની આ ઘાતક બેટિંગ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *