મોહમ્મદ શમીએ આંખના પલકારે ડેવોન કોનવેને કર્યો એવી રીતે ક્લીન બોલ્ડ કે ચકલાં ઉડીને પડ્યા 20 ફૂટ દૂર…– જુઓ વિડિયો

IPL 2023ની શાનદાર શરૂઆત ગઈકાલે થઈ હતી. જેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. IPLની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે કારમી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.

IPLની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નાઈ સુપરકિંગ્સને બેટિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ મોટા સ્કોરને પૂર્ણ કરવા માટે ગુજરાતની ટીમ મેદાને ઉતરી હતી.

ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 182 રન બનાવીને આ સમગ્ર મેચમાં પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દરમિયાન ગુજરાતનો સ્ટાર બોલર મોહમ્મદ શમીએ IPL 2023ની પ્રથમ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ આંખના પલકારે ડેવોન કોનવે ક્લીન બોલ્ડ કર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમ ફરી એકવાર સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ દરમિયાન ગુજરાતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શએ ત્રીજી ઓવરના બીજા જ બોલ પર ચેન્નાઇના ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેને આંખના પલકારે ક્લીન બોલ્ડ કર્યો હતો.

મોહમ્મદ શમીનો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકેલો બોલ ડેવોન કોનવે રમી શક્યો નહિ અને આઉટ થયો હતો. ડેવોના કોનવે જ્યારે આઉટ થયો ત્યારે સ્ટમ્પ ઉપરના ચકલા ગ્રાઉન્ડમાં 20 ફૂટ દૂર જઈને પડ્યા હતા. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *