KL રાહુલને લાગ્યો મોટો આંચકો, લખનૌનો આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત થતાં સમગ્ર સિઝન માંથી થશે બહાર….

આઈપીએલની 16 મી સિઝન ખૂબ જ શાનદાર જોરદાર ચાલી રહી છે. પરંતુ IPLની આ 16મી સીઝન દરમિયાન ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેને કારણે ભારતની પરંતુ ઘણા દેશોને મોટું નુકસાન જોવા મળ્યું છે. તેવામાં હાલ એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સનો આ સ્ટાર ખેલાડી પંજાબ સામેની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થતા સમગ્ર સિઝનમાંથી બહાર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે IPL 2023ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં લખનઉએ પંજાબ કિંગ્સને સરળતાથી હરાવ્યું હતું. પરંતુ આ મેચ દરમ્યાન લખનઉ સુપર જાયન્ટ્સનો એક મેચ વિનર ખેલાડી ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે કેપ્ટન રાહુલને મોટો આંચકો લાગ્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખિલાડી કોણ છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પંજાબ સામે રમાયેલ મેચમાં લખનઉનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન માર્કસ સ્ટોઈનિસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેની ઈજાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેને ગંભીર થવાને કારણે તે ઘણી મેચોમાંથી બહાર થયો છે. આવતા સમયમાં જો તેની ઈજા સંપૂર્ણપણે સ્વસ્થ નહીં થાય તો સમગ્ર સિઝન માંથી બહાર થઈ શકે છે.

માર્કસ સ્ટોઈનિસને હાલ મેડિકલ ટીમની સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તેની આંગળીના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. જેને કારણે હવે તે આવતી કેટલીક મેચો દરમિયાન મેદાને રમતો જોવા મળશે નહીં. જેની ઈજાને લઈને હાલ આ એક મોટું અપડેટ સામે આવ્યું છે. માર્કસ સ્ટોઈનિસ ઈજાગ્રસ્ત થતા કેપ્ટન કે એલ રાહુલને મોટો આંચકો લાગ્યો છે.

લખનઉ માટે માર્કસ સ્ટોઇનિસે ઘણી તોફાની ઈનિગ્સ રમી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ માર્કસ સ્ટોઇનિસે શાનદાર બેટિંગ કરી હતી. લખનૌ માટે તેણે પ્રથમ બેટિંગ કરીને 40 બોલમાં 72 રન કર્યા હતા. જેમાં 6 ફોર અને 5 લાંબી સિક્સરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *