સરફરાઝ ખાને જમીન પર સૂઇને માર્યો એવો અશક્ય શોર્ટ, વિડીયો જોઈને સૂર્યકુમાર યાદવ પણ રહી ગયો દંગ…-જુઓ વિડિયો
શનિવારે IPL 2023ની 16મી સીઝનની 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 9 રને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ મેચ હરતાંની સાથે જ IPL 2023ની સમગ્ર ટુર્નામેન્ટ માંથી બહાર ફેકાઈ ગયું છે. છતાં પણ દિલ્હીનો સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો સનરાઈઝર હૈદરાબાદે પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 197 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ મોટા સ્કોરનો પૂર્ણ કરવા માટે દિલ્હીની ટીમ મેદાનને ઉતરી હતી. પરંતુ 188 રન જ બનાવી શકી હતી.
તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન સર્ફરાજ ખાને જમીન પર આડો પડીને એવો અદભુત ચોગ્ગો ફટકાર્યો હતો કે આ જોઈને ખુદ સૂર્ય કુમાર યાદવ પણ દંગ રહી ગયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. સરફરાજ ખાને ફટકારેલા આ શોર્ટની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે.
દિલ્હી કેપિટલ્સની 17મી ઓવરમાં સરફરાજ ખાને હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી નટરાજને અદભુત શોર્ટ ફટકાર્યો હતો. જમીન પર આડો પડીને સરફરાજ ખાને ખૂબ જ અશક્ય શોર્ટ ફટકાર્યો હતો. સરફરાજ ખાનનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
જુઓ વિડિયો :-