હાર્દિક પંડ્યાએ KKR સામેની મેચ માટે ગુજરાત ટાઇટન્સની મજબૂત પ્લેઈંગ 11 કરી નક્કી, જાણો કોને આપ્યું સ્થાન….
આઈપીએલની 16મી સિઝનની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતે ચેન્નઇ સુપરકિંગ્સ અને દિલ્હીને હરાવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ હવે રવિવારના રોજ કોલકાતા સામે ત્રીજી મેચ રમવા જઈ રહી છે.
તાજેતરમાં યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પંડ્યાએ કોલકાતા સામેની આ મેચ માટે ગુજરાત ટાઇટન્સની મજબૂત પ્લેઈંગ 11 નક્કી કરી છે. પ્રથમ બંને મેચોમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર વિજય મેળવ્યો છે. ત્યારબાદ હવે હાર્દિક પંડ્યા ત્રીજી મેચમાં પણ વિજય મેળવવા માટે આ મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાન ધૂમ મચાવતો જોવા મળશે. ચાલો જાણીએ કોને મળ્યું સ્થળ અને કોનું પત્તું કપાયું.
પ્રથમ ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો શુભમન ગીલ સાથે રીદ્ધિમાન સાહા ગુજરાત ટાઇટન્સની બેટિંગની ઓપનિંગ કરતા જોવા મળશે. આ જોડી આઈપીએલની તમામ ટીમો પર ભારે પડી રહ્યા છે. પ્રથમ બંને મેચોમાં આ જોડીએ વિરોધી ટીમ પર સતત દબદબો બનાવ્યો છે. ત્યારબાદ નંબર ત્રણ પર હાર્દિક સાંઇ સુદર્શનને એક ઘાતક હથિયાર તરીકે ઉતારશે. જે પ્રથમ બંને મેચોમાં મેચ વિનર સાબિત થયો છે.
મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર ગુજરાત ટાઇટન્સનો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરવા ઉતરશે. જે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ ઘાતક સાબિત થયો છે. ત્યારબાદ નંબર 5 પર ડેવિડ મિલર બેટિંગ કરવા માટે ઉતરશે. મિડલ ઓર્ડરમાં આ સ્ટાર પ્લેયર ખૂબ જ હીટ સાબિત થઈ શકે છે. ઓલ રાઉન્ડર તરીકે રાહુલ તિવેટિયા KKR સામે નંબર 6 ધૂમ મચાવતો જોવા મળશે. રાહુલ તેવટીયા પહેલેથી જ ફોર અને સિક્સ મારવા માટે પ્રખ્યાત છે. જેણે ગુજરાતને ઘણી મહત્વની મેચોમાં શાનદાર જીત આપાવી છે.
ગુજરાત ટાઇટન્સની બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો ફાસ્ટ બોલીંગ તરીકે મોહમ્મદ શમી, અલ્ઝારી જોસેફ અને યશ દયાળને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારબાદ સ્પિન બોલિંગ તરીકે હાર્દિક રશીદ ખાનને મોટી તક આપશે. આ ઉપરાંત જોશુઆ લિટલને બોલિંગ કરવા માટે મોટી તક આપશે. હાર્દિક પંડ્યાઆ આ મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાને ઉતરશે.
રિદ્ધિમાન સાહા, શુભમન ગીલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા, ડેવિડ મિલર, મોહમ્મદ શમી, અલ્ઝારી જોસેફ, રાશીદ ખાન, યશ દયાળ, જોશુઆ લિટલ.