હાર્દિક પંડ્યાએ મીડિયા સામે ગુજરાત ટાઇટન્સની મજબૂત પ્લેઈંગ 11 કરી જાહેર, જાણો કોને આપ્યું સ્થાન…

IPLની 16મી સીઝનની શાનદાર શરૂઆત 31 માર્ચ શુક્રવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવાની છે. વર્ષ 2023 IPLની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદ ખાતે રમવાની છે. હાલમાં તમામ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર IPL 2023ની પ્રેક્ટિસ કરતી નજરે પડી રહી છે. IPLની પ્રથમ મેચમાં જ કાંટાની ટક્કર જોવા મળશે.

તાજેતરમાં મીડિયા સામે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતની મજબૂત પ્લેઈંગ ઇલેવન વિશે ઘણી વાતો કરી છે. IPL 2023ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવાની છે. હાર્દિક પંડ્યા આ મેચ કોઈ પણ ભોગે જીતવા માંગે છે. જેને કારણે ગુજરાત આ મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાને ઉતરશે. ચાલો ગુજરાતની પ્લેઈંગ 11 પર એક નજર કરીએ.

સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ જોડી વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન મેથ્યુ વેડ અને ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ ગુજરાતની પ્રથમ ઓપનિંગ કરતા નજરે પડશે. ગુજરાત માટે આ જોડી ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. ત્યારબાદ નંબર 3 પર સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન બેટિંગ કરતો જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે મોટી બોલી લગાવીને તેને ખરીદ્યો છે.

ગુજરાત ટાઇટન્સના મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર નંબર 5 પર ધૂમ મચાવતો જોવા મળશે. ત્યારબાદ નંબર 6 પર રાહુલ તિવેટીયા મેચ ફિનિશર તરીકે તક આપવામાં આવશે. ગુજરાતની ટીમ આ વખતે ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

ત્યારબાદ અફઘાનિસ્તાન સ્ટાર ઓલ રાઉન્ડર રશીદ ખાનને નંબર 7 પર હાર્દિક પંડ્યા મોટી તક આપશે. જે બેટિંગની સાથે બોલિંગમાં પણ તબાહી મચાવતો જોવા મળશે. રાસીદ ખાનને ગુજરાતનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ બોલીંગ લાઈન વિશે વાત કરીએ તો સ્પીન બોલિંગ તરીકે નૂર અહમદને સ્થાન આપવામાં આવ્યું છે.

ત્યારબાદ ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી, શિવમ માવી અને યશ દયાળને હાર્દિક પંડ્યાએ ટીમમાં સામેલ કરશે. આ ત્રણેય ફાસ્ટ બોલરોને ટીમની બોલિંગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા આ મજબૂત પ્લેઈંગ 11 સાથે પ્રથમ મેચમાં મેદાને રમતો જોવા મળશે.

ગુજરાત ટાઇટન્સની ટીમ:- મેથ્યુ વેડ, શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, શિવમ માવી, યશ દયાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *