જીત બાદ હાર્દિકને લાગ્યો મોટો આંચકો, આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતાં સમગ્ર સિઝન માંથી થશે બહાર…

IPLની 16મી સીઝનની શરૂઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થઈ હતી. IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે ચેન્નાઈને પાંચ વિકેટે કારમી હાર આપી હતી. ગુજરાતને હાર મળવા છતાં ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. હાલ એક મોટા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

IPLની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નાઈ સુપરકિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જેમાં ઋતુરાજ ગાયકવાડે 92 રનની મોટી ઈનિંગ રમી હતી.

ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ગુજરાતે શાનદાર બેટિંગ કરીને ચેન્નાઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સનો આ વિસ્ફોટક ખેલાડી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટો ઝટકો લાગ્યો છે. ઇજાને કારણે આ સ્ટાર પ્લેયર સમગ્ર સીઝનમાંથી બહાર થઈ શકે છે. ચાલો જાણીએ સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ચેન્નાઈની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સનો સ્ટાર પ્લેયર અને ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વક કેપ્ટન કેન વિલિયમ્સન ફિલ્ડીંગ કરતી વખતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને કારણે શરૂ મેચે તેને મેદાન છોડવું પડ્યું હતું. ગંભીર ઇજાને કારણે તે ત્યારબાદ બેટિંગ પણ કરી શક્યો ન હતો અને તેના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સાંઈ સુદર્શનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ચેન્નાઈની બેટિંગ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે મિડલ વિકેટ બાઉન્ડ્રી ઉપર એક જોરદાર શોર્ટ કટકાર્યો હતો. આ શોર્ટને રોકવા માટે કેન વિલિયમસન બાઉન્ડ્રી ઉપર જોરદાર કેચ પકડવા માટે બાઉન્સ થયો હતો. પરંતુ અચાનક જ બેલેન્સ ગુમાવતા ગંભીર રીતે નીચે પટકાયો હતો. જેને કારણે તેના પગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાને કારણે તે મેદાન ઉપર ઢળી પડ્યો હતો.

અને ત્યારબાદ ફિઝિયો તેની પાસે પહોંચ્યા હતા અને તાત્કાલિક તેને ગાર્ડની મદદથી મેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને તેની સારવાર શરુ કરવામાં આવી હતી. આ ઇજાઓ કેટલી ગંભીર છે તેને લઈને હાલ કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. પરંતુ ઇજાઓ ખૂબ જ ગંભીર લાગી રહી છે. જેના કારણે કેન વિલિયમસન IPLની આ સમગ્ર સિઝન માંથી બહાર થઈ શકે છે. આ ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *