જીત બાદ હાર્દિક થયો ઘમંડી, વિજય શંકરને નહીં પરંતુ આ 2 ખેલાડીઓને આપ્યો જીતનો અસલી શ્રેય…
IPL 2023ની 16મી સીઝનની 39 મેચ ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સાત વિકેટએ ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વિજય મેળવતાની સાથે જ હવે ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2023ના પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર પહોંચી ગઈ છે.
ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા વચ્ચેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સનો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કોલકત્તાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. કોલકાતાની ટીમએ પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ મોટા લક્ષને પૂર્ણ કરવા ગુજરાતની ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ ગુજરાતે આ મોટા સ્કોરને સરળતાથી પૂર્ણ કરીને શાનદાર વિજય મેળવ્યો હતો.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ હાલ ગુજરાતી ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. કોલકાતા સામેની આ મેચમાં જીત મળ્યા બાદ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘમંડી થયો હતો. તેણે 51 રન બનાવવા છતાં વિજય શંકરને નહીં પરંતુ આ 2 ખેલાડીઓને જીતના અસલી હીરો ગણાવ્યા હતા. ચાલો જાણીએ આ બે સ્ટાર ખેલાડી કોણ છે.
મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિજય શંકરને નહિ પરંતુ નૂર અહમદને જીતનો અસલી હીરો ગણાવ્યો છે. તેણે બોલિંગ દરમિયાન બે મહત્વની વિકેટો છટકાવી હતી. તેણે આ મેચ દરમિયાન ચાર ઓવરમાં ફક્ત 21 રન આપીને બે મહત્વની વિકેટ ઝડપી હતી. જીત બાદ હાર્દિક પંડ્યાએ નૂર અહમદ અને મોહમ્મદ શમીના ખુબજ વખાણ કર્યા હતા.
પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન પ્રાપ્ત કરતાની સાથે જ હાર્દિક પંડ્યામાં ખૂબ જ ઘમંડ જોવા મળ્યો હતો. તેણે વિજય શંકરને પરંતુ નૂર અહમદ અને મોહમ્મદ શમીને જીતના અસલી હીરો ગણાવ્યા છે. મોહમ્મદ શમીએ આ મેચ દરમિયાન ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી.