હાર બાદ ધોનીનો બાટલો ફાટ્યો, આ સ્ટાર ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું સૌથી મોટું કારણ…
IPLની 16મી સીઝનની શાનદાર શરૂઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થઈ હતી. IPL 2023ની પ્રથમ મેચ બે મજબૂત ટીમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે ચેન્નઈને પાંચ વિકેટે કારમી હાર આપી હતી. મેચ પૂર્ણ થયા બાદ એમ એસ ધોનીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
Iplની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ચેન્નાઈની ટીમે બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 178 રન બનાવ્યા હતા. જેમાં ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રનની મોટી ઈનિંગ્સ રમી હતી.
ત્યારબાદ ગુજરાતની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ગુજરાતે જોરદાર બેટિંગ કરીને 5 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચ હાર્યા બાદ એમ એસ ધોનીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને આ સ્ટાર ખેલાડીને જાહેરમાં હારનું મોટું કારણ ગણાવ્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.
હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમ એસ ધોનીએ ગુસ્સામાં તુષાર દેશપાંડે વિશે ઘણી વાતો કરી હતી. તુષાર દેશપાંડે આઇપીએલ ઇતિહાસનો પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર હતો. એમ એસ ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે દેશપાંડેને પસંદ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. તે ચેન્નાઈની હારનું સૌથી મોટું કારણ બન્યો છે.
હાર બાદ એમ એસ ધોનીએ કહ્યું કે તુષાર દેશપાંડે બોલિંગમાં ખૂબ જ ફ્લોપ સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં સૌથી વધુ 51 રન આપ્યા હતા. છેલ્લી ઓવરમાં પણ ગુજરાત ઉપર તે કંઈ ખાસ દબાણ બનાવી શક્યો નહીં. જેને કારણે ચેન્નાઇ સુપર કિંગ્સને આઈપીએલની પ્રથમ મેચમાં જ કારમી હાર મળી છે.