ધોનીએ ફટકારી 100 મીટરની એવી ગગચુંબી સિક્સ આ જોઈને તમે પણ થઈ જશો માહીના દિવાના…-જુઓ વિડિયો
IPLની 16મી સિઝનની શાનદાર શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થઈ છે. IPLની 16મી સીઝનની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે ચેન્નાઇને પાંચ વિકેટે કારમી હાર આપી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટન શિપ હેઠળ ગુજરાતની ટીમે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ ગગનચૂંબી સિક્સર ફટકારીને ફરી એકવાર તેણે સૌ કોઈના દિલ જીતી લીધા છે.
IPLની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નાઇ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ટોચ બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ચેન્નાઈ સુપરકિંગ્સની બેટિંગ શરૂઆતમાં ખૂબ જ ધમાકેદાર જોવા મળી હતી.
જેમા ઋતુરાજ ગાયક વડે 92 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ છેલ્લે ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર કેપ્ટન અને ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ છેલ્લા ઘણા સમય બાદ બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેના બેટથી ફટકારેલ ગગનચૂંબી સિક્સર જોઈને સ્ટેડિયમમાં ચાહકો ફરી એકવાર તેના દિવાના બન્યા હતા.
મહેન્દ્રસિંહ ધોનીએ 100 મીટરનો લાંબો છક્કો ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે. ઘણા મોટા મોટા દિગ્ગજ ક્રિકેટરો આ સિક્સર જોઈને તેના પર મોટી મોટી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્યા છે. આ વિડીયો જોઈને ચાહકો પણ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ IPL સિવાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. ત્યારબાદ હવે IPL 2023 બાદ IPL માંથી પણ તે નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. 2023ની આ IPL તેના માટે છેલ્લી ગણવામાં આવે છે. જેને કારણે ચાહકો પણ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેવામાં મહેન્દ્રસિંહ ધોનીએ એક જોરદાર સિક્સર ફટકારીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા. જુઓ આ વિડીયો…