82 રન બનાવવા છતાં વિરાટ કોહલીને નહીં પરંતુ ફાફ ડુપ્લેસિસે આ ઘાતક ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…

રવિવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઠ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સને કારમી હાર આપી હતી. બેંગ્લોરની ટીમ આ વખતે ખૂબ જ ઘાતક ફોર્મમાં જોવા મળી હતી. ફાફ ડુપ્લેસીની કેપ્ટનશીપ હેઠળ RCB એ ખૂબ જ જોરદાર પરફોર્મન્સ બતાવ્યું હતું.

આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફડુ પ્લેસએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.

મેદાને ઉતરતાની સાથે જ ફાફ ડૂપ્લેસી અને વિરાટ કોહલીની જોડીએ મુંબઈની ટીમને ઘૂંટણીએ બેસાડી હતી. અને શાનદાર વિજય મેળવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ 82 રન ફટકારવા છતાં વિરાટ કોહલીને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો હતો.

મેચ પૂર્ણ થયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીસે વિરાટ કોહલીના નહીં પરંતુ ટીમના આ ઘાતક બોલરના ખૂબ જ વખાણ કર્યા હતા. અને તેને જણાવ્યું હતું કે તેની ઘાતક બોલિંગના કારણે અમે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પર શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને પાવર પ્લેમાં જ અમે મુંબઈ ઇન્ડિયન્સની મહત્વની વિકેટો છટકાવવી હતી. જેને કારણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ લાંબો સ્કોર બનાવી શકી નહીં. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.

ફાફ ડુ પ્લેસિસને મેચ પુરી થયા બાદ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ તેણે ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, પાવર પ્લેમાં સિરજે જોરદાર બોલિંગ કરી હતી અને બેટ્સમેન ઉપર દબાણ બનાવ્યું હતું. આ મેચ દરમિયાન મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં ફક્ત 21 રન આપ્યા હતા અને એક મહત્વની વિકેટ ઝડપી હતી. જેને કારણે ફાફ ડુ પ્લેસિસે મોહમ્મદ સિરાજને જીતનો હીરો ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *