63 રન બનાવવા છતાં શુભમન ગીલને નહીં પરંતુ હાર્દિકે આ દિગ્ગજ ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો….
IPL 2023ની શાનદાર શરૂઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થઈ હતી. IPLની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાય હતી. જેમા ગુજરાત ટાઇટન્સે પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. IPL 2023ની પ્રથમ મેચ જ ખૂબ જ રોમાંચિત અને કટોકટી ભરી જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં 5 વિકેટે આ પ્રથમ મેચ પોતાના નામે કરી હતી.
પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતની ટીમ આ મોટા સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.
ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને IPLની પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. શુભમન ગીલે આ મેચ દરમિયાન ખુબજ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. આ મેચ દરમિયાન શુભમન ગિલે 36 બોલમાં 63 રન કર્યા હતા જેમાં 6 ફોર અને 3 લાંબી સિક્સર ફટકારી હતી. મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ 63 રન બનાવવા છતાં શુભમન ગીલને નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો હતો. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે..
મેચમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ અફઘાનિસ્તાનનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રશીદ ખાન વિશે ઘણી વાતો કરી હતી. તેને કહ્યું હતું કે આ મેચ દરમિયાન રાશિત ખાને ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું તે બેલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ખૂબ જ ઘાતક સાબિત થયો હતો.
વધુમાં હાર્દિકે જણાવ્યું છે કે રાશીદ ખાને આ મેચ દરમિયાન બોલિંગમાં 4 ઓવર ફેંકીને ફક્ત 26 રન આપ્યા હતા. અને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગમાં પણ હારેલી મેચ જીતાડી હતી. રશીદ ખાનને છેલ્લી ઓવરમાં 3 બોલમાં 10 રન ફટકર્યા હતા. જેને કારણે રાસીદ ખાનને હાર્દિક પંડ્યાએ જીતનો અસલી હીરો ગણાવ્યો છે.